Home News ‘પોર્ન રેકેટ કેસ’; EDએ રાજ કુંદ્રા વિરુદ્ધ કેસ કર્યો, 13 અકાઉન્ટમાંથી ‘પોર્ન...

‘પોર્ન રેકેટ કેસ’; EDએ રાજ કુંદ્રા વિરુદ્ધ કેસ કર્યો, 13 અકાઉન્ટમાંથી ‘પોર્ન ફિલ્મ’ની આવતી હતી કમાણી, રાજ-શિલ્પાની ફરી પૂછપરછ થાય તેવી શક્યતા!

Face Of Nation 19-05-2022 : બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પોર્ન રેકેટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કુંદ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ કર્યો છે. તેની વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે આ કેસમાં રાજ કુંદ્રાની ગયા વર્ષે 20મી જુલાઈના રોજ ધરપકડ કરી હતી. હાલમાં તે જામીન પર બહાર છે. કુંદ્રા પર ‘હોટશોટ્સ’ નામની એપના માધ્યમથી અશ્લીલ ફિલ્મ શૅર કરી હોવાનો આરોપ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજને જામીન મળ્યા હતા. તો બીજીતરફ રાજ કુંદ્રા તથા તેની કંપની વિયાન સાથે જોડાયેલા તમામ બેંક અકાઉન્ટમાં પોર્ન મૂવીમાંથી થયેલી કમાણીના હાઇ વોલ્યુમ ટ્રાન્ઝેક્શન મળ્યા છે. આ પૈસા 13 બેંક અકાઉન્ટ્સના માધ્યમથી ટ્રાન્સફર કરાયા હતા. ત્યારબાદ આ પૈસા કેટલીક સેલ કંપનીઓમાં ફેરવવામાં આવતા અને અંતે રાજ કુંદ્રાના પર્સનલ બેંક અકાઉન્ટમાં આવતા હતા.
કુંદ્રા તથા શિલ્પા શેટ્ટી ફરી ફસાયાં
EDનો કેસ થયા બાદ હવે ફરી એકવાર રાજ કુંદ્રા તથા શિલ્પા શેટ્ટીની પૂછપરછ થાય તેવી શક્યતા છે. EDની તપાસમાં એ વાત સામે આવી છે કે રાજ કુંદ્રાની કંપનીમાં 13 અલગ અલગ અકાઉન્ટ્સમાંથી પૈસા મોકલવામાં આવ્યા છે. આ કમાણી પોર્ન ફિલ્મમાંથી થયેલી છે.
રાજની કંપની પર મની લોન્ડરિંગનો આરોપ
EDની તપાસ પ્રમાણે, ફેબ્રુઆરી, 2019માં રાજ કુંદ્રાએ આર્મ્સ પ્રાઇમ મીડિયા લિમિટેડ નામની કંપની બનાવી હતી. ત્યારબાદ તેણે હોટશોટ્સ નામની એપ તૈયાર કરી હતી. આ એપને રાજ કુંદ્રાએ બ્રિટનની કેનરિન નામની કંપનીને 25 હજાર ડૉલરમાં વેચી દીધી હતી. તો બીજીતરફ આ કંપનીના CEO પ્રદીપ બક્ષી, રાજ કુંદ્રાના જીજાજી છે. હોટશોટ્સ એપના મેઇનટેઇનન્સ માટે કેનરિન કંપની સાથે રાજ કુંદ્રાની કંપની વિયાને ટાઇઅપ કર્યું હતું. આ મેઇનટેઇનન્સ માટે લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન વિયાન કંપનીના 13 અકાઉન્ટથી થતા હતા. ED આને મની લોન્ડરિંગ માની રહી છે.
રાજની કંપનીમાં પોર્ન ફિલ્મના પૈસા આવતા હતા
મુંબઈ પોલીસની ચાર્જશીટ પ્રમાણે, હોટશોટ્સ પોર્ન મૂવીનું પ્લેટફોર્મ હતું. ભારતમાં પોર્ન મૂવી બનાવવામાં આવતી અને પછી આ એપ પર અપલોડ કરવામાં આવતી હતી. ત્યારબાદ સબસ્ક્રિપ્શન વેચવામાં આવતા હતા. સબસ્ક્રાઇબર પાસેથી મળતાં પૈસા મેઇનટેઇનન્સના નામે રાજ કુંદ્રાની કંપની વિયાન પાસે આવતા હતા. આ રીતે ફિલ્મમાંથી થયેલી કમાણી ઇંગ્લેન્ડથી મેઇનટેઇનન્સના નામે રાજ કુંદ્રાને મળતી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).