Home News ઈડીની મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે એર એમ્બ્યુલન્સ આપવાની તૈયારી

ઈડીની મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે એર એમ્બ્યુલન્સ આપવાની તૈયારી

PNB કૌભાંડ:ઈડી મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે એર એમ્બ્યુલન્સ આપવા તૈયાર 

આરોપી મેહુલ ચોક્સીએ ગઈ વખતે એફિડેવિટમાં લખ્યું છે કે, મારી તબિયત ખરાબ છે, ઈડી-સીબીઆઈ એન્ટીગુઆ આવીને પૂછપરછ કરી શકે છે
તપાસ એજન્સીઓ ચોક્સીના પ્રત્યર્પણના પ્રયત્નોમાં લાગી છે, એજન્સીના જણાવ્યા પ્રમાણે ચોક્સી કોર્ટમાં આવવા નથી માંગતા

Face Of Nation:મુંબઈ: ઈડીએ શનિવારે મુંબઈ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. ઈડીએ કહ્યું છે કે, મેહુલ ચોક્સીએ ક્યારેય તપાસમાં સહયોગ કર્યો નથી. તેમની સામે બિન જામીન વોરંટ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ટરપોલ તેમના પ્રમાણે રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂકી છે. તેઓ પરત આવવાનો પણ ઈનકાર કરે છે. તે એક ભાગેડુ છે. આ ઉપરાંત પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ શનિવારે મુંબઈ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. ઈડીએ કહ્યું છે કે, અમે મેહુલ ચોક્સીને મેડિકલ સુપરવિઝનમાં એન્ટીગુઆથી ભારત લાવવા માટે મેડિકલ નિષ્ણાતોની ટીમ સાથે એર એમ્બ્યુલન્સ આપવા માટે પણ તૈયાર છીએ. આ સંજોગોમાં સ્વાસ્થયનું કારણ દર્શાવીને કાયદાકીય પ્રક્રિયાને ટાળવામાં આવી રહી છે.

હકીકતમાં ચોકસીએ ગઈ વખતે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે, તપાસ એજન્સીઓ ખોટું કહી રહી છે કે, હું તપાસમાં સહયોગ નથી કરતો. હું તો સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છું.

તપાસ એજન્સી ચોક્સીના પ્રત્યર્પણના પ્રયત્નમાં
1.
ચોકસી રૂ. 13,700 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં આરોપી છે. 15 જાન્યુઆરી 2018માં તેને એન્ટીગુઆ અને બારબુડાની નાગરિકતા મળી ગઈ છે. ચોકસી અહીં રહે છે. થોડા દિવસ પહેલાં તેણે ભારતીય નાગરિકતા છોડી દીધી છે. ભારતીય તપાસ એજન્સી તેના પ્રત્યર્પણનો પ્રયત્ન કરી રહી છે.

2.
ચોકસીએ ગયા અઠવાડિયે કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે કે, તેમાં તેણે ઈડી અને સીબીઆઈના દાવાને નકાર્યા છે. તેમણે કહ્યું છે કે, એજન્સીઓ કહી રહી છે કે હું તપાસમાં સામેલ થવા નથી માગતો તે ખોટી વાત છે. મારુ સ્વાસ્થય સારુ નથી પરંતુ હું તપાસમાં સામેલ થવા તૈયાર છું. એજન્સીઓ ઈચ્છે તો મારી એન્ટીગુઆ આવીને પૂછપરછ કરી શકે છે.

3.
ચોકસીએ કહ્યું કે, મેં 15 ફેબ્રુઆરી 2018માં વિદેશ સર્જરી કરાવી હતી. ત્યાર પછી મને મુસાફરી કરવાની મનાઈ ફરમાવી હતી. મને સતત મેડિકલ સુપરવિઝનની જરૂર પડે છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં એવું કહેવામાં આવે છે કે, ચોકસીને કોરોનરી અર્ટરી ડિસીઝ, ડાયાબિટીઝ મેલીટસ, હાયપરટેન્શન, વેટ લોસ જેવી બીમારી છે.

4.

આ પહેલાં ઈડીએ બોમ્બે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મેહુલ ચોક્સીની બંને અરજીઓ રદ કરવાની અપીલ કરી હતી. ચોક્સીએ એક અરજી ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરવાની પ્રક્રિયા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. બીજી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ઈડી જેમના નિવદનના આધારે તેમને ભાગેડું આર્થિક આરોપી જાહેર કરવા માગે છે તેમની સાથે દલીલની મંજૂરી આપવામાં આવે.