Face Of Nation, 03-11-2021: દિવાળી પહેલાં સામાન્ય જનતા માટે રાહતના સમાચારા છે. દિવાળી અને છઠ્ઠ પૂજા ખાદ્ય તેલ સસ્તુ થઇ ગયું છે. તહેવારની સિઝન માં લોકોને રાહત આપતાં અદાણી વિલ્મર અને રૂચિ સોયા ઇંડસ્ટ્રીઝ સહિત મુખ્ય ખાદ્ય તેલ કંપનીઓ ના જથ્થાબંધ ભાવમાં 4-7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
ઉધોગ એકમ સોલ્વેંટ એક્સટ્રૈક્ટર્સ એસોસિએશન એ જણાવ્યું કે બાકી બીજી કંપનીઓ પણ જલદી જ આ પ્રકારે પગલાં ભરી શકે છે. એએસઇએ જણાવ્યું કે ખાદ્ય તેલની જથ્થા બંધ દરમાં ઘટાડો કરનાર કંપનીઓમાં જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, મોદી નેચરલ્સ , ગોકુલ રિફોઇલ્સ એન્ડ સોલ્વેંટ લિમિટેડ વિજય સોલ્વેક્સ લિમિટેડ ગોકુલ એગ્રો રિસોર્સેઝ લિમિટેડ અને તેમના પ્રોટીંસ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.
એસઇએએ તહેવારો દરમિયાન ગ્રાહકોને વધુ ભાવમાંથી રાહત આપવા માટે આમ કરવાની અપીલ કરી. ત્યારબાદ આ કંપનીઓએ જથ્થાબંધ ભાવમાં ઘટાડો કર્યો છે. એસઇએ અધ્યક્ષ અતુલ ચર્તુવેદીએ કહ્યું કે ‘ઉદ્યોગ પાસે પ્રતિક્રિયા ખૂબ ઉત્સાહજનક છે. તે પહેલાં પણ જથ્થાબંધ ભાવમાં 4,000-7,000 રૂપિયા પ્રતિ ટન નો ઘટાડો કરી ચૂકી છે અને બાકી કંપનીઓ પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે.
ચર્તુવેદીએ જણાવ્યું કે આ વર્ષે ઘરેલૂ સોયાબીન અને મગફળીનો પાક વધુ થયો છે, જ્યારે સરસવની વાવણીનો રિપોર્ટ પણ સારો છે અને ભરપૂર રૈપસીડ પાક થવાની આશા છે.એવામાં ઓઇલની કિંમત આગળ પણ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિશ્વ ખાદ્ય ઓઇલ સપ્લાયર્સની સ્થિતિમાં પણ સુધારો થઇ રહ્યો છે જેથી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ ઘટાડો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)