Home Uncategorized ચેતી જજો! વધી રહ્યું છે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંક્રમણ, ભારતમાં અત્યાર...

ચેતી જજો! વધી રહ્યું છે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંક્રમણ, ભારતમાં અત્યાર સુધી 61 કેસ

Face of Nation 15-12-2021: દુનિયાભરમાં લોકો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને પરેશાન છે. જ્યારે બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં ઓમિક્રોનના અત્યાર સુધીમાં લગભગ 5000 કેસ સામે આવી ચૂક્યા છે. ઓમિક્રોનથી સંક્રમિત 10 લોકો હોસ્પિટલમાં દાખલ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ મંગળવારે કહ્યું કે ઓમિક્રોન એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી શકે છે. આવામાં કોરોના વાયરસ પ્રતિબંધોને વધુ કડક કરવાની અને બુસ્ટર રસી શોટ્સમાં ઝડપ લાવવાનો સમય છે. ભારતની વાત કરીએ તો અહીં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 61 કેસ સામે આવી ચૂક્યા છે.

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59610 કેસ સામે આવ્યા છે. 9 જાન્યુઆરી બાદ આ સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 150થી વધુ મોત થયા છે. અહીં કોરોનાથી સંક્રમિત દરરોજ લગભગ 811 લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. હાલ બ્રિટનની હોસ્પિટલોમાં 7400 દર્દી દાખલ છે. જો કે જાન્યુઆરીની સરખામણીમાં તેમાં કમી આવી છે. તે સમયે 39000 લોકો હોસ્પિટલમાં દાખલ હતા. હાલ ઓમિક્રોનથી સંક્રમિત ફક્ત 10 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 61 કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં 28 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્ર પ્રદેશમાં 1, દિલ્હીમાં 6 તથા ચંડીગઢમાં એક કેસ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6984 નવા કેસ નોંધાયા છે. જ્યારે 247 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ 87,562 લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,34,61,14,483 ડોઝ અપાયા છે.

વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે 77 દેશોએ અત્યાર સુધી ઓમિક્રોનના કેસની પુષ્ટિ કરી છે. વાસ્તવિકતા એ છે કે ઓમિક્રોન તેનાથી પણ વધુ દેશોમાં છે. ભલે તેની હજુ સુધી જાણ ન થઈ હોય. ઓમિક્રોન એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે આવી સ્થિતિ અગાઉ જોવા મળી નથી. ઓમિક્રોનના પ્રસારની શરૂઆતથી અત્યાર સુધીમાં અપનાવવામાં આવેલા તમામ ઉપાયોથી જ તેને રોકી શકાય છે. તેને બહુ જલદી ગંભીરતાથી લાગૂ કરવા જોઈએ. એકલી રસીથી કોઈ પણ દેશ આ સંકટમાંથી બહાર નીકળી શકશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)