Home Uncategorized પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, કોરોના નિયમોની સાથે ચૂંટણી કરાવાશે

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, કોરોના નિયમોની સાથે ચૂંટણી કરાવાશે

Face of Nation 08-01-2022:  યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર ચંદ્રાએ જણાવ્યું કે 5 રાજ્યોમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે તેમણે કહ્યું કે યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન શરુ થશે, 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કાનું મતદાન થશે.

કોરોના નિયમોની સાથે ચૂંટણી કરાવાશે

પોલિંગ બૂથ પર માસ્ક, સેનિટાઈઝર વગેરે આપવામાં આવશે.

થર્મલ સ્કેનિંગની પણ વ્યવસ્થા કરાઈ છે.16 ટકા પોલિગ બૂથ વધારાયા

2.15 લાખથી વધારે પોલિંગ સ્ટેશન બનાવાયા છે

એક પોલિંગ સ્ટેશન પર વધારેમાં વધારે મતદાતોની સંખ્યા 1500 કરાઈ છે.

80 વર્ષથી વધુ ઉંમરના લોકો, દિવ્યાંગો અને કોરોના પોઝિટીવ લોકોને ઘેરબેઠા વોટિંગની સુવિધા મળશે

કોવિડ પોઝિટીવ લોકો માટે બેલેટ વોટિંગની સુવિધા

રાજકીય દળો માટે ગાઈડલાઈન્સ
(1) તમામ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરાવાશે.
(2) રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવામાં આવશે.
(3) ઉમેદવારે પોતાનો ગુનાહિત ઈતિહાસ દેખાડવો પડશે.
(4) ઉમેદવારો યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં 40 લાખ રુપિયનો ખર્ચ કરી શકશે
(5) મણિપુર અને ગોવામાં આ ખર્ચની સીમા 28 લાખ રુપિયા હશે.

5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી- મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા

આ તબક્કે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ચંદ્રાએ કહ્યું કે કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે. તેમણે કહ્યું કે કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી કરાવવામાં આવશે. 18.34 કરોડ મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે કોરોનાની વચ્ચે ચૂંટણી કરાવવા માટે નવા પ્રોટોકોલ લાગુ પાડવામાં આવશે.

પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ
ચૂંટણીની તારીખો જાહેર થતા જ આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.

15 જાન્યુઆરી સુધી કોઈ પણ પક્ષને રાજકીય રેલીની મંજૂરી નહીં

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે તમામ નેતાઓને વર્ચ્યુઅલી પ્રચાર કરવા માટેની સલાહ, કોઈ પણ પ્રકારનાં રોડ-શો અને પદયાત્રાને મંજૂરી નહીં અપાય. તેમણે કહ્યું કે 15મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રાજકીય રેલીને મંજૂરી નહીં મળે.

હવે સવાલ એ છે કે કોરોનાની ત્રીજી લહેરની મહામારી દરમિયાન તમામ રાજકીય પક્ષો ઈલેકશન કમિશનની ગાઈડ લાઈનને માન્ય રાખશે કે નફ્ફટ થઈ જનતાની સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર બેજવાબદાર રીતે પોતાની પાર્ટીનો પ્રચાર કરતા જ રહેશે… અને આવા લોકો પર ઈલેકશન કમિશન શું પગલાં ઉઠાવે છે તે પણ જોવાનું રહેશે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).