Home News UP-પંજાબ સહિત 5 રાજ્યોમાં ક્યારે થશે વિધાનસભા ચૂંટણી? જાહેરાત બાદ રાજ્યોમાં આચાર...

UP-પંજાબ સહિત 5 રાજ્યોમાં ક્યારે થશે વિધાનસભા ચૂંટણી? જાહેરાત બાદ રાજ્યોમાં આચાર સંહિતા લાગૂ

Face of Nation 08-01-2022:  ચૂંટણી પંચ આજે યુપી સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આજે બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ આ પાંચ રાજ્યોમાં આચાર સંહિતા લાગૂ થઈ જશે.

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણી 7 તબક્કામાં થઈ હતી. યુપીમાં 15 કરોડ કરતા વધુ મતદારો આ વખતે મતદાન કરશે. વર્ષ 2017માં ચૂંટણી પંચે આ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 3 જાન્યુઆરીએ કરી હતી. આ વખતે 8 જાન્યુઆરીએ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ યુપીમાં 5-7 તબક્કામાં, પંજાબમાં 1થી 2 તબક્કામાં અને મણિપુરમાં પણ 1-2 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.

પંજાબની વાત કરીએ તો અહીં ચૂંટણી કરાવવાની સાથે ચૂંટણી પંચ સમક્ષ સુરક્ષા પણ મોટો પડકાર છે. ગુપ્તચર એજન્સીઓ ઈનપુટ આપી ચૂકી છે કે પંજાબમાં સુરક્ષા સ્થિતિ ખુબ ગંભીર છે.

આ સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ પણ મોટો મુદ્દો બનીને ચૂંટણી પંચ સમક્ષ ઊભો છે. ચૂંટણી રેલીઓ કરાવવાની મંજૂરી હશે કે નહીં તેના પર નિર્ણય ચૂંટણી પંચ લેશે.

અત્રે જણાવવાનું કે યુપીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. ભાજપ ગઠબંધનને 325  બેઠકો, સપાને 47, બીએસપીને 19, કોંગ્રેસને 7 અને અન્યને 7 બેઠકો મળી હતી. જ્યારે 2017માં પંજાબમાં કોંગ્રેસને બહુમત મળ્યું હતું. કોંગ્રેસને 77, આમ આદમી પાર્ટીને 20, અકાલી દળને 16 અને ભાજપને 3 બેઠકો પર જીત મળી હતી. અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં પણ ભાજપની સરકાર છે. ગત ચૂંટણીમાં ભાજપને 56, કોંગ્રેસને 11 અને અન્યને 2 બેઠક મળી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).