Face Of Nation 24-07-2022 : શિવસેના કોનું હશે? શિંદે કે ઠાકરે? તેમના પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચની રચના કરવાનું નક્કી કરી લીધું છે. આ દરમિયાન ચૂંટણીપંચે આ મામલે સુનાવણી માટે બંને જૂથને નોટિસ પણ પાઠવી છે. પંચે એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથને 8મી ઓગસ્ટ સુધીમાં પક્ષ પરના તેમના દાવા સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો બીજીતરફ ચૂંટણીપંચે બંને પક્ષને પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ પર તેમનાં લેખિત નિવેદનો આપવા માટે પણ કહ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના બળવા પછી ઊભી થયેલી શિવસેના પરની કટોકટી પર બંને જૂથના પોતપોતાના દાવા છે. શિંદે જૂથ પાસે પાર્ટીના 55 સભ્યમાંથી 40 ધારાસભ્ય અને 18 લોકસભા સાંસદમાંથી 12નું સમર્થન છે. જ્યારે ઠાકરે જૂથે પાર્ટીની કાર્યકારિણીના સમર્થનના દાવા પર પોતાનો પક્ષ મજબૂત કર્યો છે.
મહારાષ્ટ્રમાં SCમાં આગામી સુનાવણી 1 ઓગસ્ટે
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ અને એકનાથ શિંદે જૂથની અરજીઓ પર ચીફ જસ્ટિસ એનવી રમનાની ખંડપીઠની આગામી સુનાવણી હવે 1 ઓગસ્ટના રોજ થશે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ધારાસભ્યોના સભ્યપદ મામલે બેન્ચની રચના કરવાની પણ વાત કરી હતી.
નિર્ણયને કારણે કેબિનેટ વિસ્તરણ અટકી ગયું
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા. તેમના શપથગ્રહણ બાદ મંત્રીમંડળ વિસ્તરણનો કાર્યક્રમ અટકી ગયો છે. ધારાસભ્યોના સભ્યપદ અંગેના નિર્ણય બાદ જ કેબિનેટના વિસ્તરણની અટકળો ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News શિંદે-ઠાકરેને ચૂંટણીપંચની નોટિસ : આઠમી ઓગસ્ટ સુધીમાં શિવસેના પરના તેમના દાવાના દસ્તાવેજો...