Face Of Nation 07-03-2022 : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે 10 માર્ચના રોજ પરિણામો જાહેર થવાના છે. પ્રશ્ન એ છે કે હવે કોની સરકાર બનશે? તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે. અત્યારે એક્ઝિટ પોલની સ્થિતિ વચ્ચે UP,MP સહિત 5 રાજ્યના સટ્ટા બજારમાં ભાજપનો ભાવ ઉંચો છે.સટ્ટા બજારના ટ્રેન્ડ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બીજો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.
ભાજપને સૌથી વધારે બેઠક મળશે : સટ્ટા બજાર
આ ઉપરાંત પાંચ સટ્ટા બજારમાં સૌથી ઓછી બેઠક કોંગ્રેસને આપવામાં આવી રહી છે. સટ્ટોડીયાઓના મતે ઉત્તર પ્રદેશની સત્તા માટે 300 કરોડથી વધારે સટ્ટો લાગી ચુક્યો છે. સટ્ટા બજારમાં રાજકીય પાર્ટીના ચાલી રહેલા ભાવોને સમજવા માટે અમે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી અને મુંબઈના સટ્ટા બજારના સટોડીયાઓ સાથે વાતચીત કરી હતી. તમામ બજાર ભાજપને સૌથી વધારે બેઠક મળશે તેવી વાત કરી રહ્યા છે.
SP બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવી રહ્યો
સટ્ટા બજારમાં ભાજપને 223થી 230 બેઠક મળી રહી છે. SPના ખાતામાં 135થી 145 બેઠક જાય છે. જ્યારે ગુજરાતના સટ્ટા બજારના અંદાજ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભાજપને 220થી 226 બેઠક મળશે. જયારે SPને 135થી 140 બેઠક મળી રહી છે. આ રીતે અન્ય રાજોના સટ્ટાબજારમાં પણ કમળ ખિલતું દેખાય છે. SP બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવી રહ્યો છે. તમામ સટ્ટા બજારમાં સૌથી ઓછી સીટ કોંગ્રેસને મળશે.
રાજકીય પ્રવૃત્તિઓના દરેક દિવસે અપડેટ આપે છે
સટોડીયાનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું હોય છે. જ્યાં ચૂંટણી થાય છે ત્યાં ભાવ ખુલે તે પહેલા સટોડીયા તેમના લેવલ ઉપર તે રાજ્યોના સરવે કરાવે છે. તેમના વ્યક્તિ તે રાજ્યો તથા મુખ્ય ક્ષેત્રોમાં થતી રાજકીય પ્રવૃત્તિઓના દરેક દિવસે અપડેટ આપે છે. તેના આધારે જ ત્યાં ભાવ ખુલ્લે છે. જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ સટ્ટા બજારે કોઈ પણ પાર્ટીનું સ્પષ્ટ આંકલન કર્યું ન હતું. જેમ-જેમ ચૂંટણી આગળ વધતી ગઈ, સટ્ટા બજારમાં બેઠકો અંગેનું અનુમાન અને હાર-જીત અંગે દાવ લગાવવાની કિંમત આવવા લાગી. હવે સાતમા તબક્કાના મતદાન પૂરું થયા બાદ સટ્ટા બજારના હાર-જીતનું ગણિત શરૂ થઈ ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).