Face Of Nation 04-12-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થયો છે. બીજા તબક્કાની 93 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર બંધ થઇ જશે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય સભાઓ, રેલીઓ અને ભાષણોથી આજે પ્રજાને મુક્તિ મળશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સવારથી જ મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ઘણી વિધાનસભા બેઠકના ઉમેદવારો દ્વારા વિજય સંકલ્પ રેલી અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મતદારોના મત લેવાના છે તે જ મતદારોને ચૂંટણી પૂર્વે જ સભાઓ-રેલીઓથી થતા ટ્રાફિક જામને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ઈલેક્શન કમિશનરનો પ્રજા માટે સંદેશ
ગુજરાત વિધાનસભા ફેઝ 2 અંગે EC પી.ભારતીએ લોકો માટે એક સંદેશો આપ્યો છે. જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા વિનંતી કરી રહી છે. આ સિવાય પણ તેમણે ચૂંટણી અને મતદાનલક્ષી કેટલીક બાબતોની જાણકારી જનતાને આપી છે. તેમણે કહ્યું, ‘અમે ઘરે ઘરે જઈને બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વોટર ઇન્ફર્મેશન સ્લીપ્સની વહેંચણી કરી છે. તેમણે જનતાને વિનંતી કરતાં કહ્યું કે વોટર ઇન્ફર્મેશન સ્લીપ્સ માત્ર માહિતી માટે છે તેમાં માત્ર પૉલિંગ સ્ટેશનની ડિટેલ છે. તે આધાર નથી. વોટિંગ માટે આધાર કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યુમેન્ટ જ લઈ જવાના રહેશે.’ તેમણે આગળ કહ્યું કે, ‘મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે. મોબાઈલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણકે મતદાન મથકની અંદર ફોન લઈ જવાની જ મનાઇ છે. તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).