Home Uncategorized રૂપાણીએ ગાંધીનગર છોડ્યુંને ભાજપ જીત્યું, રાજકોટ ગયાને ભાજપ હાર્યું !, ગુજરાતમાં કઈ...

રૂપાણીએ ગાંધીનગર છોડ્યુંને ભાજપ જીત્યું, રાજકોટ ગયાને ભાજપ હાર્યું !, ગુજરાતમાં કઈ બેઠક ઉપર કયા પક્ષની જીત ? જાણો

Face Of Nation, 05-10-2021 : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં કોંગ્રેસે ઉપલેટા ન.પા., શીવરાજપુર જિ પંચાયત અને સાણથલી જીલ્લા પંચાયત ઉપર જીત મેળવી છે જેને લઈને રાજકોટમાં ભાજપનો સફાયો થયો છે. જો કે હાલ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી પદે હોત તો ભાજપની આબરૂ ધોવાઈ હોત. જો કે રૂપાણીને કાઢ્યા બાદ ભાજપનો રાજકોટમાં સફાયો થતા ભાજપના મુખ્યમંત્રીના ગઢમાં જ ગાબડું પડ્યું એ આબરૂ બચી ગઈ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. સાથે જ ભાજપના જ વર્તુળોમાં એવી રમુજી કોમેન્ટો થઈ કે, રૂપાણીએ ગાંધીનગર છોડ્યુંને ભાજપ જીત્યું જો કે રાજકોટ ગયા અને ભાજપ હાર્યું છે.
*મહેસાણા 4 બેઠક ની પેટા ચૂંટણી ના પરિણામ જાહેર
*મહેસાણા પાલિકા વોર્ડ 11 ની બેઠક પર ભાજપ ના ફાલ્ગુનીબેન પટેલ 1900 મતો થી થયા વિજયી
*વડનગર પાલિકા ના વોર્ડ 7 ની બેઠક પર દર્શનાબેન સોની 517 મતો થી વિજઈ
*મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણા ૨૧૫ મતે વિજયી
*સતલાસણા તાલુકા પંચાયત ની રાણપુર બેઠક પર કોંગ્રેસ ના કનુભાઈ બારોટ નો 175 મતે થયા વિજયી
*ગાંધીનગર વોર્ડ – ૫ ભાજપ પેનલ જીત
*વોર્ડ.. નંબર આઠ ની એક બેઠક ની ચૂંટણી નુ પરિણામ જાહેર
*કોંગ્રેસ ના રજાક હાલા ની જીત
*એનસીપી પાસે થી કોંગ્રેસે બેઠક ઝુંટવી
*હિંમતનગર અને પ્રાંતીજ તાલુકાની એક એક બેઠક પર થયેલ પેટા ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપ નો વિજય.
*મોરબી જિલ્લા મા હળવદ તાલુકા ના રણછોડગઢ તાલુકા પંચાયત મા આપ ખાલી ૧૩૪ મત થી હારી ગયુ
રણછોડગઢ.874…324
આપ..141…62
કોંગ્રેસ..111…94
ભાજપ..610…161
રાયધ્રા…1023
આપ…668
કોંગ્રેસ..99
ભાજપ…236
નોટા..20
સરંભડા…532
આપ…124
કોંગ્રેસ..347
ભાજપ..53
નોટા..4
પાંડાતિરથ…608
159..આપ
213..કોંગ્રેસ
228..ભાજપ
આપ..1154
કોંગ્રેસ…864
ભાજપ…1288
*માતર મહેલેજ તાલુકા પંચાયત પેટા ચૂંટણી માં કોંગ્રેસનો 47 વોટ થી વિજય
કોંગ્રેસ 1547
ભાજપ 1501
*નવસારીની ગણદેવી પાલિકાની વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય
*બીલીમોરા પાલિકાની વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય
*વાંસદા તાલુકા પંચાયત ની ઝરી બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવારનો વિજય
*નવસારી જીલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
*ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 4 5 7 9 અને 10 માં ભાજપનો વિજય, કોંગ્રેસને માત્ર 2 બેઠક
*દાંતા તાલુકાના તાલુકા પંચાયત ની જીતપુર સીટ પર કૉંગ્રેસ ના ઉમેદવાર નો વિજય
*સતલાસણ તાલુકા નિ રાણપુર તાલુકા પંચાયત સીટ પર થી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ચિમનલાલ બારોટ175 વોટ થી વિજેતા જાહેર થયા
*ડાકોરમાં ચાર અપક્ષ જીતી ગયા

વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, રાજકીય અગ્રણીની 5 કલાક પૂછપરછ