Face Of Nation 24-02-2022 : યુક્રેન પર રશિયા દ્વારા હુમલાની સ્થિતિને લઇ 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આવતીકાલે G7 ના નેતાઓ સાથે મુલાકાત કરશે અને રશિયા પર ગંભીર પ્રતિબંધો લાદવામાં આવશે. રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નેશનલ ટેલિવિઝન પર હુમલાની જાહેરાત કરી હતી.
યુક્રેનનાં 9 નાગરિકોના મોત
પુતિને ધમકી આપતા કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકા અને નાટો તરફનો હતો. યુક્રેન વિવાદમાં રશિયા ફરી એકવાર ચીનની સાથે ઉભું જોવા મળી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેનો કોઈ અર્થ નથી, કારણ કે આ પ્રકારની ક્રિયાઓથી વિવાદનો ઉકેલ આવવાને બદલે તેમાં વધારો થશે. મિસાઈલ હુમલામાં યુક્રેનનાં 9 નાગરિકોના મોત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).