Face of Nation 27-11-2021: ભારતના PM નરેન્દ્ર મોદી આજે સવારે કોરોના બાબતે અધિકારીઓ સાથે બેઠક મળી છે. આ બેઠકમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. આ દરમિયાન કોવિડ-19ની સ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠક એવા સમયે મળી છે, ત્યારે આફ્રિકામાં મળી આવેલ સ્ટેનથી કઇ પ્રકારની સાવચેતી રાખવી તે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
જ્યારે આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટે સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે.દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટને લઈને વિશ્વભરના દેશો ભયભીત થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શસ ડિસીઝે કહ્યું હઓતું- દેશમાં અત્યારસુધીમાં આ વેરિયન્ટના 22 કેસ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે. એને ગંભીર ચિંતાના પ્રકાર તરીકે વર્ણવવામાં આવો છે.
દેશનાં ઘણાં ક્ષેત્રોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોને પણ દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે બેઠક મળી છે. પીએમ મોદીએ બેઠક એવા સમયે મળી છે, જ્યારે દેશમાં શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થામ, ઓડિશા સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)