Home News “મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની...

“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો

ફેસ ઓફ નેશન, 25-04-2020 : કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઇ લીધું છે ત્યારે ભારતે લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ કેટલાક લોકો લોકડાઉનનું પાલન નહીં કરીને જાણે અજાણે કોરોના વાઇરસ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આવા લોકો “મહામારી સમયે દેશના દુશ્મન” બની ગયા છે. સરકાર કડકાઈ અપનાવી રહી નથી જેને લઈને સતત કેસોમાં વધારો થાય છે. તેવામાં ફેસ ઓફ નેશન તેની દેશ હિતમાં નૈતિક જવાબદારી સ્વીકારીને એક અભિયાન શરૂ કરી રહ્યું છે. જે અભિયાનનું નામ “મહામારી સમયે દેશના દુશ્મન” નામ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં રહેતા તમામ લોકો પોતાની આસપાસ, સોસાયટી, મહોલ્લા કે રસ્તાઓ ઉપર એવા લોકો જોવા મળે કે જે કોઈ પણ કારણ વિના ઘર બહાર નીકળી પડે છે અથવા તો ચાલવા નીકળી પડે છે અથવા ટોળા કરીને બેસી જાય છે. આવા તમામ લોકોના ફોટોગ્રાફ્સ અમને સરનામા અને વિસ્તારના નામ સહિતની વિગત સાથે અમને 9328282571 નંબર ઉપર વોટ્સએપ દ્વારા મોકલી આપો. જ્યાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન નથી થતું તેવા ફોટો પણ મોકલી આપો. જે લોકો માસ્ક પહેર્યા વિના ફરે છે તેવા ફોટો પણ મોકલી આપો. સવારથી સાંજ સુધી આવેલા તમામ ફોટો અમે રાત્રે 9 વાગે જાહેર કરીશું. જે ફોટો સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશના લોકો જોશે. લોકડાઉનનો ભંગ કરનારને હવે ઉઘાડા પાડવા જ પડશે નહીતો કોરોના એક દિવસ તમને ઉઘાડા પાડી દેશે.
સબંધ/ડર અને અન્ય તમામ વિચારો એક તરફ રાખીને દેશમાં આવી પડેલ મહામારીનો નાશ હવે આમ જ થશે. સરકાર નહીં તો પ્રજાએ કડક બનવું જ પડશે નહીં તો એક દિવસ કોરોના સમગ્ર અમદાવાદમાં ફેલાઈ જશે અને ત્યારે સૌ લાચાર હશે. આપણે તે સમય નથી જોવો. દરેક લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને આ અભિયાનમાં અમને સહયોગ આપે. અમે આ અભિયાન હેઠળ રજૂ કરતા તમામ ફોટોગ્રાફ્સ માટે કોઈ બદ ઈરાદો ધરાવતા નથી. પરંતુ આવી મહામારી સમયે કામ વિના ઘર બહાર ન નીકળવું તે આપણી નૈતિક ફરજ છે. જે જરૂરી નથી તેવા કામ માટે પણ બહાર નીકળવું તે કોરોનાને આમંત્રણ આપવા સમાન છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?

ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે