Home News મહામારી સમયે દેશના દુશ્મન : જુઓ તસવીરો, ક્યાંક ટોળે બેઠા તો ક્યાંક...

મહામારી સમયે દેશના દુશ્મન : જુઓ તસવીરો, ક્યાંક ટોળે બેઠા તો ક્યાંક માસ્ક વિના નીકળી પડ્યા

ફેસ ઓફ નેશન, 25-04-2020 : ફેસ ઓફ નેશને કોરોનાની મહામારીને અટકાવવા એક નાનકળો પ્રયાસ કર્યો છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જે જે લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે તેવા તમામ લોકોની તસ્વીરો અમે અહીં દરરોજે સાંજે રજૂ કરીશું. રાજ્યના તમામ લોકોને વિનંતી કે, અમારા આ અભિયાનમાં જોડાઓ અને આપણી આસપાસ કે આપની સોસાયટીમાં થતા લોકડાઉન ભંગના ફોટો અમને મોકલી આપો. અમે આ તમામ ફોટો રજૂ કરીશું અને દેશને બતાવીશું કે, આ એવા લોકો છે કે લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી.
આજે ફેસ ઓફ નેશનના વાચકોએ કેટલાક ફોટો મોકલ્યા છે. જેમાં એક ફોટો એવો છે કે, બે મહિલાઓ રસ્તો ઓળગી રહી છે પરંતુ વૃદ્ધ હોવા છતાં કાળજી નહીં રાખીને માસ્ક વિના ઘરમાંથી બહાર નીકળી છે. આ ખોટું છે. આમ થાય તે યોગ્ય નથી.
રાજ્યમાં રહેતા તમામ લોકો પોતાની આસપાસ, સોસાયટી, મહોલ્લા કે રસ્તાઓ ઉપર એવા લોકો જોવા મળે કે જે કોઈ પણ કારણ વિના ઘર બહાર નીકળી પડે છે અથવા તો ચાલવા નીકળી પડે છે અથવા ટોળા કરીને બેસી જાય છે. આવા તમામ લોકોના ફોટોગ્રાફ્સ અમને સરનામા અને વિસ્તારના નામ સહિતની વિગત સાથે અમને 9328282571 નંબર ઉપર વોટ્સએપ દ્વારા મોકલી આપો. જ્યાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન નથી થતું તેવા ફોટો પણ મોકલી આપો. જે લોકો માસ્ક પહેર્યા વિના ફરે છે તેવા ફોટો પણ મોકલી આપો. સવારથી સાંજ સુધી આવેલા તમામ ફોટો અમે રાત્રે 9 વાગે જાહેર કરીશું. જે ફોટો સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશના લોકો જોશે. લોકડાઉનનો ભંગ કરનારને હવે ઉઘાડા પાડવા જ પડશે નહીતો કોરોના એક દિવસ તમને ઉઘાડા પાડી દેશે. ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

 

1. સમર્પણ રેસિડન્સી, નરોડા

2. વ્રજ વલ્લભપુરા, નરોડા રોડ,

3. પાર્શ્વનાથ જૈન બીઆરટીએસ બસ સ્ટોપ, નારણપુરા

4. સુગમ ફ્લેટ, સેટેલાઇટ

“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો

“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો

કેન્દ્રમાંથી આવેલી ટીમે અમદાવાદમાં કોરોના મામલે થયેલી કામગીરીનો અહેવાલ માંગ્યો