Face Of Nation: રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઝેરી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે તાવ, મલેરિયા, ટાઇફોડ, ઝાડા ઉલ્ટી, કમળા સહિતના હજારો કેસ નોંધાઇ રહ્યા છે.ગુજરાતની મેટ્રો સિટી કહેવાતું અમદાવાદ અત્યારે રોગચાળાના સકંજામાં ફસાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગદકી અને ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ સિવિલથી લઇ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઇન લાગી ગઇ છે. આટલા મોટાપાયે રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા રહી નથી. ઘણા લોકો જમીન પર અથવા હોસ્પિટલની બહાર બેસીની પોતાના નંબરની રાહ જોતા સામે આવ્યા છે. વરસાદી પાણી બાદ ગદકી એટલી હદ સુધી વધી ગઇ છેકે, ઠેર ઠેર મચ્છી-મચ્છરોના કારણે રોગચાળો ફેલાયો છે. સરકારીની સાથે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓના ઢગલા થઇ ગયા છે. ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓમાં તંત્ર કેમ કોઇ પગલા નથી લેતી તેના પર સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.