ફેસ ઓફ નેશન, 02-05-2020 : શ્રમિકોને વતન જવા રવાના કરવા માટે કેન્દ્ર સરકારે ગાઇડ લાઈન જાહેર કરી છે. સાથે જ રાજ્ય સરકારે પણ આ મામલે કેટલીક રાહત આપી છે. ગુજરાતમાંથી પરપ્રાંતીયોને તેમના વતન જવા માટે સુવિધાઓ ઉભી કરી આપવામાં આવી છે. પરંતુ આ મહામારીના સમયે પણ નેતાઓની પબ્લિસિટી ભૂખ ભાંગતી ન હોય તેમ લાગી રહ્યું છે. શ્રમિકોને તેમના વતન પરત ફરવાનો અધિકાર છે. આ કોઈ ઉત્સવ નથી કે રાજ્ય સરકાર તેમની ઉપર કોઈ દયા દાખવતી નથી જેથી આમ રાજકારણ આગળ ધરી દેવું જોઈએ. ઉત્સવની માફક વતન જતા લોકોને રવાના કરવામાં આવતી બસો અને ટ્રેનોને લીલીઝંડી બતાડવા નેતાઓ પહોંચી ગયા છે. સુરતમાં તો એક નેતાએ લીલીઝંડીને બદલે ભાજપનો ઝંડો બતાવી દીધો.
અનેક શ્રમિકો આજે રસ્તા ઉપર છે. છેલ્લા ઘણા દિવસોથી લોકડાઉનમાં ફસાઈ ગયેલા શ્રમિકોને વતન જવાની ઉતાવળ છે. જેને લઈને સરકારે આ મામલે વિશેષ સુવિધાઓ કરી છે. આ સરકારની નૈતિક કામગીરી છે. જેમાં રાજકારણ ન હોવું જોઈએ. આવા સમયે ભાજપે નેતાગીરીને આગળ કરીને ઝંડા બતાવીને પ્રસ્થાન કરાવવું યોગ્ય નથી. સાબરમતી રેલ્વે સ્ટેશનથી આજે 1200 જેટલા પરપ્રાંતિયોને લઈ જવા માટે ખાસ ટ્રેન ઉપડશે. જેને પ્રસ્થાન કરાવવા ગૃહમંત્રી પહોંચ્યા હતા. જાણે કે અમદાવાદમાં પ્રથમવાર ટ્રેન સેવા શરૂ થતી હોય તેમ ત્યાં પહોંચવું શું યોગ્ય છે ? (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/8Br04gQOG_g
ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી
અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ કેસો