Face Of Nation 11-05-2022 : બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કટરા પોલીસ સ્ટેશનમાં આવતા એક ગામના નરાધમ પિતાએ પોતાની 12 વર્ષની દીકરી સાથે રેપ કર્યો. એટલું જ નહીં તેનો તેને કોઈ અફસોસ પણ નથી. જ્યારે તેની પત્નીએ વિરોધ કર્યો અને તેને સવાલ પૂછ્યા તો નરાધમે પોતાના હલકા વિચારો જણાવ્યા. આ સાંભળીને તેની પત્નીને પણ આંખે અંધારા આવી ગયા.
મહિલાએ પોલીસ સ્ટેશનમાં FIR કરાવી
મહિલાએ જણાવ્યું કે તેનો પતિ આંખોથી દિવ્યાંગ છે, પરંતુ તેની હરકત નરાધમો જેવી છે. તે બીજા લગ્ન કરવા માગતો હતો. તેથી હંમેશા તેની સાથે ઝઘડા કરતો હતો, કે જેથી તે પોતાના બાળકો સાથે ઘર છોડીને જતી રહે. નરાધમ તેની સાથે અને તેના બાળકો સાથે મારપીટ પણ કરતો હતો, પરંતુ તેને બધું સહન કર્યું અને તે પોતાનું ઘર છોડીને ન ગઈ. જ્યારે તેને જોયું કે તે પોતાના ગંદા ઈરાદાઓમાં સફળ નથી થઈ રહ્યો ત્યારે તેને પોતાની 12 વર્ષની માસૂમ દીકરીને જ પીંખી નાંખી. બાળકીની ફરિયાદ પર મહિલાએ પોલીસ સ્ટેશનમાં FIR કરાવી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ મોકલી દીધો. બાળકીના મેડિકલ અઝર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
અંતે દીકરીએ પિતાના કુકૃત્યની જાણ માતાને કરી
મહિલાએ જણાવ્યું કે, તેને છ બાળકો છે. ઘટના છઠ્ઠી મેની છે. તે સમયે ઘરમાં કોઈ ન હતું. બધાં લોકો આજુબાજુ ગયા હતા તો કેટલાંક ખેતરમાં કામ કરી રહ્યાં હતા. આ વાતનો આરોપીએ ફાયદો ઉઠાવ્યો. બાળકીને પાણી આપવાના બહાને બોલાવી, જે બાદ તેનો રેપ કર્યો. દીકરીને ખૂબ ડરાવી-ધમકાવી. જ્યારે તે ઘરે પરત ફરી તો દીકરી કંઈ જ બોલતી ન હતી, અને ગુમસુમ રહેવા લાગી. રવિવારે જ્યારે માતાએ તેને પૂછ્યું તો તેને તેના પિતાના કુકૃત્યની જાણ કરી. જે બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાના પતિ વિરૂદ્ધ FIR નોંધાવી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).