Face Of Nation 12-04-2022 : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લોકોને પેટ્રોલ તથા ડીઝલમાં જે અસહ્ય ભાવ વધારો થયો છે તેમાં રાહત આપવા પગલાં ભરી શકે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને નાણાં મંત્રાલય પેટ્રોલ તથા ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજા ઉપર ઈંધણના ભાવ વધારાથી જે બોજ પડ્યો છે તેને હળવો કરવાની દિશામાં વિચારણા કરી રહ્યા છે.
અત્યારે આ એક્સાઈઝ ડ્યુટી
કેન્દ્ર સરકારે ગયા વર્ષના નવેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તે સમયે પેટ્રોલ પર પ્રતિ લીટર 5 અને ડીઝલ પર રૂ.10 ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યુટી અત્યારે પ્રતિ લીટર રૂપિયા 27.90 અને ડીઝલ પર રૂપિયા 21.80 છે. નાણાં મંત્રાલયે ગયા વર્ષે લોકસભામાં પેટ્રોલ તથા ડીઝલ પર કેટલા પ્રમાણમાં એક્સાઈઝ ડ્યુટી સરકાર દ્વારા વસૂલવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી.
સતત પેટ્રોલ-ડીઝલમાં કેટલો ભાવ વધારો થયો
ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ 11મી એપ્રિલના રોજ સતત 5 દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. અલબત 22 માર્ચથી છઠ્ઠી એપ્રિલ દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતમાં લીટર દીઠ રૂ.10નો વધારો કરાયો હતો. આ સંજોગોમાં સરકાર એક્સાઈઝ ડ્યુટીમાં યોગ્ય પ્રમાણમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય કરી શકે છે.
દેશના અગ્રણી શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 105.06, જ્યારે ડીઝલ રૂપિયા 99.43 છે. આ ઉપરાંત દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂપિયા 105.41 છે. જ્યારે ડીઝલના ભાવ રૂપિયા 96.67 છે. મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 120.51 અને ડીઝલ રૂપિયા 104.77 છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પેટ્રોલ રૂપિયા 115.12 અને ડીઝલ રૂપિયા 99.83 છે. ચેન્નાઈમાં પેટ્રોલ રૂપિયા 110.85 અને ડીઝલ રૂપિયા 100.94 છે.
LPG સિલિન્ડના ભાવ ઉપર સરકારની ચાપતી નજર
ભારત સરકાર LPGની કિંમત પર ચાંપતી નજર રાખી રહી છે. સરકાર ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતને સ્થિર રાખવાનો પ્રયત્ન કરી રહી છે જ્યારે કોમર્શિયલ LPGની કિંમતમાં વધુ એક વખત વધારો કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).