Face Of Nation 9-11-2022 : ભાજપે આવનારી વિધાનસભામાં અનેક જૂનાજોગીઓ અને મોટાભાગના સિનિયરોની ટિકિટ કાપીને ઘરે બેસાડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને તો લોટરી લાગી ગઈ છે, આ લોટરીમાં કોંગ્રેસીઓને ભાજપે ટિકિટ આપીને રાતોરાત ભાજપના ધારાસભ્ય બનાવવા ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પૂર્વ ગૃહમંત્રી સહીત અનેક સિનિયરોની ટિકિટ કપાઈ હોવાની માહિતી ભાજપના સૂત્રો પાસેથી મળી છે. ભાજપે મનોમંથન કરીને સિનિયરોને ઘરે બેસાડી નવા ચહેરાઓને પ્રાધાન્યતા આપી છે. જો કે હજુ સુધી ભાજપે વિધાનસભા ચૂંટણીના કોઈ પણ ઉમેદવારોની જાહેરાત કરી નથી. ટૂંક સમયમાં ભાજપ તેમના તમામ ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વડોદરાના દબંગ છાપ ધરાવનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવની પણ ટિકિટ કાપવામાં આવી હોવાની માહિતી છે. ગઈકાલે 50 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાઈ છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયાં છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતાં તોય રોજ અમારે ત્યાં મહેમાન આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).