Home Uncategorized Exclusive : વિધાનસભાની ચુંટણીમાં સીટો અને વર્ચસ્વ વધારવા 14 કોંગ્રેસી ધારાસભ્યોને તોડી...

Exclusive : વિધાનસભાની ચુંટણીમાં સીટો અને વર્ચસ્વ વધારવા 14 કોંગ્રેસી ધારાસભ્યોને તોડી ભાજપે ભગવો પહેરાવ્યો

Face Of Nation 6-11-2022 : ભાજપ ભલે એમ કહેતી હોય કે કોંગ્રેસ મુક્ત ભારત પરંતુ ભાજપને ખરેખર તો કોંગ્રેસ જ ઉજળી કરી રહ્યું છે. આ સ્લોગન ઊંધું થઈ ગયુ છે. કોંગ્રેસ મુક્ત ભારત કરવા નીકળેલી ભાજપ અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગઈ છે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 182 માંથી માત્ર 99 સીટો મળી હતી. જેમાં વધારો કરવા અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું કામ શરૂ કર્યું હતું. આ ધારાસભ્યોને યેનકેન લાલચો આપીને પાયાના કાર્યકરો અને જુના જોગીને કોરાણે મૂકીને મહત્વતા આપવામાં આવી છે. જેને લઈને ભાજપના જ પાયાના કાર્યકરો અને જુના જોગીઓ પક્ષથી નારાજ છે પરંતુ પક્ષ અને મોદી સાહેબની બીકને લીધે કોઈ જાહેરમાં પોતાની નારાજગી ઠાલવતા નથી.
2017માં અબસાડા, રાધનપુર, ખેડબ્રહ્મા, બાયડ, લીંબડી, ધ્રાંગધ્રા, મોરબી, જસદણ, માણાવદર, વિસાવદર, ધારી, ગઢડા, કરજણ અને કપરાડા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. આ 14 બેઠકોના કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, અલ્પેશ ઠાકોર, અશ્વિન કોટવાલ, ધવલસિંહ ઝાલા, સોમભાઈ ગાંડાલાલ, પરષોત્તમ સાબરીયા, બ્રિજેશ મેરજા, કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારુ, અક્ષય પટેલ, જીતુભાઇ ચૌધરીનો સમાવેશ થાય છે.
ભાજપ અત્યારે કોંગ્રેસની મજબૂત નેતાગીરીને સહારે સત્તા સ્થાન ટકાવી રાખવાનું યોગ્ય માની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ આપીને ભાજપમાંથી જીતાડવાની રાજકીય રમત ભાજપ રમી રહ્યું છે. આ ગણિત પ્રજાની સમજણમાં નથી પરંતુ આ વાત ઉપરથી ચોક્કસ એમ કહી શકાય કે, ભાજપની ખુદની એટલી તાકાત નથી કે એકલા હાથે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા વિના ભાજપના જ કાર્યકરો કે ભાજપના જ પદાધિકારીઓના જોરે બહુમતીથી જીત મેળવી શકે. ખેર ! પણ આ એક નગ્ન સત્ય છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને સહારે ચૂંટણીની સીટો જીતવા માટે કમર કસી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

Exclusive : BAPS મહોત્સવ અને ગુજરાતની ચૂંટણી બંને ડિસેમ્બરમાં યોજાશે !, તમામ તૈયારીઓ શરૂ