Face Of Nation 9-11-2022 : ભાજપ ભલે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતું હોય પરંતુ મોદીના શાસન બાદ કોંગ્રેસની સીટોમાં સતત વધારો થયો છે. આ વધારાને લીધે ભાજપને એડી ચોટીનું જોર લગાવીને કોંગ્રેસને તોડવાની જરૂર પડી છે. જયારે કોઈની લીટી ભૂંસીને કે નાની કરીને પોતાની મોટી કરો તો એમાં કઈ નવાઈ કે વાહવાહી જેવી વાત નથી હોતી. ભાજપે કોંગ્રેસના એવા ધારાસભ્યો તોડ્યા કે જ્યાં ભાજપ તનતોડ મહેનત છતાં પણ હારી જતું હતું. હવે કોંગ્રેસના જ ધારાસભ્યોને સહારે ભાજપ જીત હાંસલ કરશે. કેમ કે, એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસી ધારાસભ્યોના સહકાર વિના ભાજપનો ઉદ્ધાર જ નથી.
વર્ષ 2002માં ગોધરા રમખાણોથી મોદીના રાજકારણની શરૂઆત થઇ, હિન્દુવાદી નેતા બનીને મોદી ચર્ચામાં આવ્યા. 2002માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 127 સીટો મળી જયારે કોંગ્રેસને 51 સીટો મળી. લોકો ભલે એમ માનતા હોય કે મોદી લોકપ્રિય નેતા છે પરંતુ તેમના રાજમાં હંમેશા કોંગ્રેસની પ્રગતિ થઇ છે. મોદી કોંગ્રેસને ફળ્યા હોય તેમ હવે જાણે કે કોંગ્રેસનો સૂર્યોદય થવા લાગ્યો. 2002 બાદ 2007માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 51થી વધીને 59 સીટો મળી જયારે ભજપને 117 સીટો મળી. આ વખતે મોદીનો પ્રભાવ વધ્યો હોવા છતાં સીટોમાં ઘટાડો થયો. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની સીટોમાં એક સીટ વધતા કુલ 60 સીટો મળી હતી. 2012 બાદ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતાં. ત્યારબાદ ભાજપને 2016માં યોજાયેલી ચૂંટણીમાં ભજપને 99 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી. ગુજરાતની આ રાજકીય સ્થિતિને ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો મોદી+ભાજપ = કોંગ્રેસને ફાયદો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.faceofnation.news/exclusive-congress-and-bjp/#.Y2tFBHbMK00