Exclusive ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 06-04-2020 : કોરોના સામે હાલ મહત્વની લડાઈ લડનારા અધિકારીઓમાં જેમનો સમાવેશ થાય છે તે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ શાસ્ત્રીય સંગીતના પણ જાણકાર છે. શ્રીમતી ડો. જયંતિ રવિ મૂળ મદ્રાસના છે, સ્વભાવે હસમુખા અને સરળ એવા ડો.જયંતીના પતિ રવિ સોફ્ટવેર એન્જીનીયર છે. ભાગ્યે જ કોઈને ખબર છે કે ડો.જયંતીની પાછળ જે નામ આવે છે તે રવિ અટક નહીં પણ તેમના પતિનું નામ છે. ડો.જયંતી ગીત, સંગીત અને વિજ્ઞાનના અભ્યાસુ છે. સને 1991ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી હતા. જયારે ગોધરા કાંડ થયો ત્યારે તેઓ ત્યાંના કલેક્ટર હતા. તે સમયે તેઓ તત્કાલીન ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ પોતાના સ્પષ્ટ નિર્ણય જણાવી દેતા હતા. ડો.જયંતી રવિની ગણના બાહોશ આઈએએસ અધિકારી તરીકે થાય છે. તેઓ જયારે શિક્ષણ કમિશ્નર હતા ત્યારે તેમણે ભૂતિયા શિક્ષકો અને ડમી વર્ગખંડો શોધી તત્કાલીન શિક્ષણમંત્રી આનંદી બહેનને પણ સનદી સેવાની ગરિમા દેખાડી દીધી હતી. શાસ્ત્રીય સંગીતના શોખીન શ્રીમતી જયંતિ નટરાજન પાછળ રવિ લખાય છે તે રવિ સેવા ભાવી છે તેમણે ગુજરાત સરકારની ઘણી સેવા કરી છે આવા પ્રામાણિક પરિવારને ડો.જયંતી જયારે આરોગ્ય કમિશ્નર હતા ત્યારે એક સીનીયર અધિકારીએ છાંટા ઉડાડવાનો પ્રયાસ કરેલો. પરંતુ તે નિર્થક સાબિત થયો હતો. શ્રીમતી જયંતિ રવિ વિષે ઘણું લખાયું છે. થોડોક સમય પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ તેઓએ પોતાની પ્રતિભા દેખાડી છે. હાલમાં આરોગ્ય સચિવ તરીકે શ્રીમતી જયંતિ તેમના અધિકારોને સાબિત કરી રહ્યા છે અને વિશ્વ જે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે તેમાં ગુજરાત રાજ્યમાં તેઓને મુખ્ય જવાબદારી સોંપાઈ છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓને ડો.જયંતીના કાર્ય ઉપર ભરોસો છે. રોજ સવાર સાંજ ટીવી સ્ક્રીન ઉપર કોરોના અંગેની માહિતી આપનારા ડો.જયંતી રવિને તમે ક્યારેય ગીત ગાતા સાંભળ્યા નહીં હોય ત્યારે જુઓ તેમનો મહિસાસુર મર્દિની સ્ત્રોત્રનો આ વિડીયો,.
https://youtu.be/ktDVXFYPK78
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો