ફેસ ઓફ નેશન, (પ્રબોધ શર્મા) 18-04-2020 : જર્મનીથી ન્યુઝીલેન્ડ તથા આઇસલેન્ડથી તાઇવાન સુધીની મહિલાઓ કોરોનાને નાથવા સફળ નેતૃત્વ કરી રહી છે. આ મહિલાઓ દુનિયાને બતાવી રહી છે કે, આપણા માનવ પરિવાર માટે આવા ગંભીર રોગચાળા સમયે કેવી રીતે કામ કરવું. લોકો કહેશે કે આ નાના દેશો અથવા ટાપુઓ છે, જેમ કે ફિનલેન્ડ, આઇસલેન્ડ અને ડેનમાર્ક અને તેઓને લાગે છે કે આ નાના દેશો અથવા ટાપુઓ પર નિયંત્રણ રાખવું ખૂબ સરળ છે. જો કે વિશ્વમાં વધતા જતા રોગચાળાને કાબુમાં લેવા નાના મોટા તમામ દેશો, ટાપુઓ, રાજ્યો કે શહેરોની કામગીરી અતિ મહત્વની બની જાય છે. આ મહિલા નેતાઓએ વિવિધ શક્તિનો ઉપયોગ કરવાની એક આકર્ષક વૈકલ્પિક રીત વિશ્વને દેખાડી છે.
તાઇવાનમાં, પ્રારંભિક પગલાએ કોરોના વાયરસ રોગચાળાને એટલી સફળતાપૂર્વક નિયંત્રિત કરી દીધો છે કે તે હવે યુરોપિયન યુનિયન અને અન્યને ટેકો આપવા માટે લાખો ફેસ માસ્ક અને સેનિટાઇઝરોની નિકાસ કરી રહ્યું છે.
જર્મનીએ યુરોપમાં સૌથી મોટા પાયે કોરોનાના પરીક્ષણ કાર્યક્રમનું નિર્દેશન કર્યું છે, દર અઠવાડિયે 3,50,000 ટેસ્ટ કરવામાં આવે છે, પ્રારંભિક તબક્કે તેણે વાયરસ ગ્રસ્ત દર્દીઓને શોધી અસરકારક રીતે અલગ કરવા અને સારવાર માટે પૂરતું ધ્યાન આપ્યું છે.
ન્યુઝિલેન્ડમાં, વડા પ્રધાને ટૂરિઝમ બંધ કરવા અને સમગ્ર દેશ પર મહિનાઓ સુધી લોકડાઉન કરવા દબાણ કર્યું હતું, જેમાં કોરોનાથી થતા મોતની સંખ્યાને મર્યાદિત કરી હતી, જ્યાં ફક્ત નવ મોત થયા હતા.
ઉપરોક્ત ત્રણેય દેશોએ કોરોના રોગચાળાને પ્રભાવશાળી રીતે સંચાલિત કરવા બદલ સન્માન મેળવ્યું છે.
આવા વૈશ્વિક રોગચાળા સાથે કાર્ય કરવામાં ઉપરોક્ત દેશો સહીત અન્ય કેટલાક દેશોમાં મહિલાઓની આગેવાનીવાળી સરકારોની સફળતા અને સિદ્ધિઓ વધુ નોંધપાત્ર બની છે. આ દેશોની સરકારોમાં ઉચ્ચ વિશ્વાસ ધરાવતા તમામ લોકશાહી લોકોએ વહેલી તકે, વૈજ્ઞાનિક પગલા દ્વારા રોગચાળો શોધી કાઢ્યો છે. તેઓએ વ્યાપક પરીક્ષણ, ગુણવત્તાયુક્ત તબીબી સારવારની સરળ સફળતાયુક્ત કામગીરી કરી છે. સામાજિક મેળાવડા પર કડક પ્રતિબંધો લાગુ કર્યા છે.
જર્મની, તાઇવાન, ન્યુઝીલેન્ડ, આઇસલેન્ડ, ફિનલેન્ડ, નોર્વે, ડેનમાર્કમાં કોરોનાની મહામારી સામે લડવાનું નેતૃત્વ મુખ્યત્વે મહિલાઓના હાથમાં છે. ભારતના ગુજરાતમાં પણ કોરોના અંગેની મહત્વની કામગીરી મહિલાઓના હાથમાં છે. આરોગ્યમાં જયંતી રવિ અને ગૃહવિભાગમાં સંગીત સીંગ. જેઓની સતત મહેનત છે. આજે નાગરિકોને કોરોનાના કેરમાંથી બહાર લાવવા તેઓ માટે પડકાર સમાન બની ગયો છે, જેની સામે મજબૂતાઈથી લડી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176