Home Uncategorized Exclusive : હાર્દિક પટેલ ‘ભગવો ખેસ’ ધારણ કરશે, જાણો કોણે મીડિયાને ગેરમાર્ગે...

Exclusive : હાર્દિક પટેલ ‘ભગવો ખેસ’ ધારણ કરશે, જાણો કોણે મીડિયાને ગેરમાર્ગે દોરી પોતાની અને હાર્દિકની ભાજપમાં એન્ટ્રી નક્કી કરી

Face Of Nation 18-05-2022 : હાર્દિક પટેલ અને નરેશ પટેલનો મામલો ઘણા દિવસથી ચર્ચામાં છે. હાર્દિક કોંગ્રેસથી નારાજ છે અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે આવા સમાચારોથી મીડિયા પણ ગેરમાર્ગે દોરાઈ ગયું છે. ભાજપની હંમેશા રણનીતિ એવી રહી છે કે મીડિયાને ગેરમાર્ગે દોરીને જે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા હોય તેનાથી તદ્દન વિરુદ્ધ ચિત્ર જ ખડું કરી દેવું જેથી એક કાંકરે બે પક્ષી માર્યાનો ઘાટ સર્જાય. એક તો લોકોનો મીડિયા ઉપરથી ભરોસો ઉઠી જાય અને બીજું વિરોધીઓને ખબર ન પડે અને ભાજપની રણનીતિ સફળ બની જાય.
ઘણા દિવસથી એવી ચર્ચાઓ ઉછાળવામાં આવી હતી અને તેને મીડિયાએ વેગ પણ આપ્યો હતો કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે. જો કે રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચિત્ર જુદું હતું. નરેશ પટેલ ભાજપના નેતાઓના સમ્પર્કમાં હતા અને ચૂંટણી પહેલા હાર્દિકને સાથે લઈને ભાજપમાં પ્રવેશ મેળવવા ઉપર રણનીતિ ચાલી રહી હતી. બીજી બાજુ આ બાબતે વિરોધીનું ધ્યાન બીજે વાળવા અને સમગ્ર રણનીતિ નક્કી ન થઇ જાય તે માટે એવી વાત ફેલાવવામાં આવી કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે પરંતુ સત્ય કૈક જુદું જ હતું. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નકિક થયા મુજબ હાર્દિક અને નરેશ પટેલની મુલાકાત થઇ જેમાં પાસના આગેવાનો પણ સામેલ હતા અને તેઓએ હાર્દિકને કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં એન્ટ્રી મારવા સમજાવી લીધો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ માટે ભાજપના હાઇકમાન્ડ સાથે નક્કી થયા મુજબ પાટીદારો ઉપર અને હાર્દિક ઉપરના કેસો પરત ખેંચી લેવામાં આવશે અને જેની સામે હાર્દિક, નરેશ પટેલ સહિતના આગેવાનોએ ભાજપમાં પ્રવેશવાનું રહેશે. આ વાત કેટલી સાચી કે ખોટી તે તો હાઇકમાન્ડ, હાર્દિક અને નરેશ પટેલ જ જાણે પરંતુ હા ! નરેશ પટેલ થકી ભાજપે હાર્દિકને ખેંચી લેવાનો સફળ પ્રયાસ કરી લીધો છે.
હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસને હાર્દિક ભાજપમાં જોડાશે તેની ગંધ ક્યારની આવી ગઈ હતી. પરંતુ જ્યાં સુધી ખુલીને તે બહાર ન આવે ત્યાં સુધી કોંગ્રેસના કોઈ પણ નેતા કઈ પણ કહેવા તૈયાર નહોતા. ભાજપમાં પ્રવેશતાની સાથે જ હવે હાર્દિકને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે તેવી પણ વાતોએ વેગ પકડ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).