© ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ,(ધવલ પટેલ) 30-03-2020 : 29 લોકોના જીવ લેનાર અને હાલ 942 જેટલા લોકો જે રોગની સારવાર હેઠળ છે તે કોરોના ભારતમાં પ્રથમવાર કેરાલામાં તારીખ 30-01-2020ના રોજ નોંધાયો હતો. આ રોગના લક્ષણો ધરાવતી મહિલા ચીનના વુહાનથી આવી હતી, જેની ઉંમર 20 વર્ષની હતી. ત્યારબાદ 02-02-2020 રોજ વધુ એક મહિલા કે જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તે પણ વુહાનથી આવી હતી અને ત્રીજો કેસ કે જે 03-02-2020ના રોજ નોંધાયો હતો તે મહિલા પણ વુહાનથી આવી હતી. આમ, કેરાલામાં એક સાથે ત્રણ મહિલાઓ ભારતમાં પ્રથમ કોરોનાગ્રસ્ત નોંધાઈ હતી. બીજી બાજુ દિલ્હી ખાતે તારીખ 02-03-2020ના રોજ એક 45 વર્ષીય પુરુષ કે જે ઈટાલીથી આવ્યો હતો તેનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. આ સિલસિલો યથાવત રહ્યો અને તેલંગણામાં તારીખ 02-03-2020ના રોજ એક 24વર્ષીય યુવકમાં કોરોનાના લક્ષણો જણાયા, આ યુવક 20 ફેબ્રુઆરીએ દુબઈથી બેંગ્લોર ગયો હતો ત્યાં બે દિવસ રોકાયા બાદ બસ દ્વારા તે હૈદરાબાદ ગયો હતો. આ યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ 03-03-2020ના રોજ રાજસ્થાનમાં 69 વર્ષના આધેડમાં આ રોગ દેખાયો હતો. જેઓ ઈટાલીથી રાજસ્થાન આવ્યા હતા.
કોરોના રોગ ભારતમાં ચીનના વુહાનથી આવ્યો છે જો કે ત્યારબાદ ઇટાલી અને દુબઈથી આવતા લોકો આ રોગના ચેપગ્રસ્ત બન્યા હતા અને તેઓ દ્વારા લોકલ ટ્રાન્સમીશનને કારણે આ રોગ વધુ ફેલાતો રહ્યો હતો.સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર આ રોગ પ્રથમ ચીનના વુહાનમાં જ જોવા મળ્યો હતો. ચીને આ રોગ બાબતેની માહિતીઓ છુપાવી રાખી હતી. સમગ્ર વિશ્વમાં મુખ્યત્વે વુહાનથી જ આ રોગ ફેલાયો હોવાના અનેક આક્ષેપો થયા છે પરંતુ હાલ સમગ્ર વિશ્વના દેશો આ રોગને કેમ નાથવો તેના પ્રયાસમાં હોવાથી આ અંગે વધુ વિવાદમાં તેઓ પડી રહ્યા નથી. વિશ્વ જયારે આ મહામારીમાંથી બહાર આવશે ત્યારે આ બાબતે ચીન પાસે જવાબો માંગશે અને ચીનની સંડોવણી પુરવાર થશે તો તે માટે તમામ દેશ એક થઈને કાર્યવાહી કરશે તેમ લાગી રહ્યું છે. આશ્વર્યજનક બાબત છે કે, આ રોગની શરૂઆતે સૌથી વધુ દર્દીઓ જ્યાં નોંધાયા હતા તે ચીનના વુહાનમાં આજે આ રોગ કાબુમાં આવી ગયો છે અને અનેક લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે તો સાથે જ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેસ હોવા છતાં મ્રુતકઆંક ખુબ જ ઓછો નોંધાયો છે સાથે જ ચીનના . ચીનની અનેક એવી કાર્યશૈલી છે કે જેનાથી સમગ્ર વિશ્વને હાલ તેના ઉપર શંકા છે પરંતુ હાલ કોઈ પણ કાર્યવાહી ઉતાવળી બની રહેશે। વિશ્વસત્તા મનાતું અમેરિકા હાલ આ રોગના ભરડામાં એવું આવી ગયું છે કે તે પ્રથમ નંબરે ધકેલાઈ ગયું છે. સતત વધતા જતા કેસોએ વિશ્વસત્તાની ઊંઘ હરામ કરી નાખી છે.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ