Face of Nation 16-02-2022 : રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ એક પછી એક તેમના અનેક કારનામાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. વર્ષ 2014 અને 2015માં જયારે મનોજ અગ્રવાલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા ત્યારે તેમણે લાખ્ખોના તોડ કરીને મસમોટી રકમો એકઠી કરી છે. જો કે આશ્વર્યની બાબત એ છે કે, મનોજ અગ્રવાલ ઉપર ભાજપના જ ધારાસભ્યએ ખુલ્લેઆમ હપ્તાખોરીનો આક્ષેપ કરતો પત્ર લખ્યો હોવા છતાં હજુ સુધી અગ્રવાલને કમિશનર પદે તપાસ ચાલુ હોવાનું બહાનું ધરીને યથાવત રાખવામાં આવ્યા છે. જો કોઈ નાના પોલીસ કર્મચારી ઉપર આક્ષેપ થાય તો તુરંત સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરી નાખવામાં આવે છે. જો કે મનોજ અગ્રવાલને કેમ સસ્પેન્ડ ન કરવા કે પદ ઉપર યથાવત રખવા તે સરકારી નિર્ણય છે. હાલ ફેસ ઑફ નેશન પોલીસ વર્તુળમાંથી જ મળેલી અત્યન્ત ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે.
વર્ષ 2014 અને 2015માં મનોજ અગ્રવાલ પોલીસ ભરતી બોર્ડમાં ચેરમેન પદે ફરજ બજાવતા હતા. તે સમયે પીએસઆઇની પરીક્ષા લેવાઈ હતી. જેમાં દોડ અને ત્યારબાદ સીધી જ મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 4 પેપર લેવાયા હતા. જેમાં કાયદાનું 100 માર્કનું, જનરલ નોલેજનું 100 માર્કનું અને અંગ્રેજી તથા ગુજરાતીનું 75-75 માર્કનું પેપર લેવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કેટલાક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ આધારે પાસ કરવામાં જુદા તારવવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના તમામ લોકો સાથે ગોઠવણ કરીને મનોજ અગ્રવાલે ઉમેદવાર દીઠ 15 થી 20 લાખ જેટલી રકમ લઈને 50 માંથી 47 થી 48 માર્ક્સ આપી દીધા હતા. આ માર્કસ મેળવનારા ઉમેદવારો એ માર્કની લાયકાત પણ ધરાવતા ન હતા.
પૈસા આપીને ભરતીમાં પાસ થનારા ઉમેદવારો આજે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. જેમાંના કેટલાક તો અમદાવાદમાં પણ હાલ ફરજ બજાવી રહ્યા છે. 2014 અને 2015માં ઈન્ટરવ્યુથી પાસ થનારા પીએસઆઇ ઉમેદવારોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મનોજ અગ્રવાલનો વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવે તેમ છે. ફેસ ઓફ નેશન પાસે કેટલાક નામો પણ છે કે જે પીએસઆઇએ પૈસા આપીને અગ્રવાલ સાહેબની મહેરબાનીથી ઉત્તમ ગુણો મેળવ્યા છે.
મનોજ અગ્રવાલના આ તોડકાંડ સહીત અન્ય ઇન્ટરવ્યૂ પરીક્ષાઓમાં અધિકારીઓ તોડ કરતા હોવા અંગે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચી હતી. જો કે મોદીએ શાણપણ વાપરીને આ મામલો ઉઘાડો ન પડે તેનું ધ્યાન રાખીને ક્લાસ 3ની પરીક્ષામાંથી ઇન્ટરવ્યૂ પ્રથા જ બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. આઇપીએસ અધિકારીઓ તેમના હોદ્દાનો દુરપયોગ કરીને મસમોટી રકમો પડાવે છે તે વાત જગજાહેર હોવા છતાં છીંડે ચઢે તે ચોર તે વાત સરકારી ક્ષેત્રમાં પણ સાર્થક થઇ જાય છે. જો કે હસમુખ પટેલ જેવા કેટલાક આઇપીએસ અધિકારીઓ આવી તોડબાજી કે તોડબાજીના વિચારમાત્રથી દૂર છે. જેને લઈને પોલીસ વિભાગમાં તેમનું મહત્વ અને આદરભાવ પણ એટલો જ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
PMને પણ કરતાલ વગાડવા બેસાડી દે તેવો સમય એટલે “ચૂંટણી”, પંજાબ જીતવા ખુદ મોદી મેદાને
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU