Home Uncategorized Exclusive અહેવાલ જાણો : મોદીએ નવા રાજકારણના કર્યા શ્રી ગણેશ અને કહ્યું,...

Exclusive અહેવાલ જાણો : મોદીએ નવા રાજકારણના કર્યા શ્રી ગણેશ અને કહ્યું, “નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ વધારે હોવા જોઈએ”

Face Of Nation 6-11-2022 : નરેન્દ્ર મોદીએ હવે ગુજરાતની ચૂંટણીથી નવા રાજકારણના શ્રી ગણેશ કર્યા છે. આ નવી રાજકીય નીતિરીતિની શરૂઆત તેમણે તાજેતરમાં ગુજરાતના સીએમથી લઈને મંત્રી મંડળમાં બદલાવ કરીને કરી દીધી હતી. ફેસ ઓફ નેશનને મળેલી માહિતી પ્રમાણે મોદીએ હવે નિર્વિવાદી અને સ્વચ્છ પ્રતિભા ધરાવનારા લોકોને આગળ કરવાની નવી રાજકીય નીતિ અપનાવી છે. તાજેતરમાં જ આ બાબતને લઈને સંસદ પરિમલ નથવાણીએ એવી ટ્વીટ કરીને એવી અપીલ કરી છે કે, નકારાત્મક અને ગુન્હાખોરીની વૃત્તિ ધરાવતા નેતાઓને કોઈપણ પક્ષે ટિકિટ આપવી ન જોઈએ. નથવાણીની આ ટ્વીટ અગાઉ મોદીએ આ દિશામાં કામગીરી કરીને નવા રાજકારણની શરૂઆત કરી છે.
નરેન્દ્ર મોદી સામાન્ય રીતે પોતાના અને પોતાની કામગીરીના સીધી કે આડકતરી રીતે વખાણ કરતા હોય છે. અમિત શાહ નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવતા હતા તેમ છતાં અમિત શાહ માટે ક્યારેય મોદીએ એવા શબ્દ નથી વાપર્યા કે જે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે વાપરવામાં આવ્યા છે. મોદી હવે સ્વચ્છ પ્રતિભા ધરાવનારા લોકોને ભાજપમાં આગળ કરવા ઈચ્છી રહ્યા છે અને તેથી જ ગુજરાતના રાજકારણમાં જે ક્રિમિનલ રેકર્ડ ન ધરાવતા હોય કે કોઈ દાગી છબી ધરાવતા ન હોય તેવા લોકોને રાજકારણમાં અને નેતાગીરીમાં આગળ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ભાજપની મતબેન્કમાં વધારો થાય.
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ અનેક વાર ગુજરાતની મુલાકાત દરમ્યાન એ વાત સાબિત થઇ છે કે પટેલ મોદીની નજીક છે. મોદીએ તેમની કારમાં પટેલને સાથે રાખવાથી લઈને આજે તેમના વખાણ કરીને ભુપેન્દ્ર પટેલને સીધો જ સહકાર આપી રહ્યા હોવાનું દેખાડી દીધું છે સાથે જ હર્ષ સંઘવીને પણ નજીક રાખીને તેઓએ યુવા નેતૃત્વને પસંદ કર્યું છે. મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે