Face Of Nation Exclusive : ઊંઝાને મરી-મસાલાનું હબ માનવામાં આવે છે ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આશરે 25 દિવસ અગાઉ 700 જેટલા કન્ટેનરો ચીન રવાના કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ જ્યાંથી પ્રકાશમાં આવ્યો તે ચીન હાલ સમગ્ર વિશ્વના વિવાદ સ્થાને છે. કારણ કે, ચાઈનાએ આ કેસને લઈને અનેક ગંભીર માહિતીઓ છુપાવી રાખી હોવાના આક્ષેપો થયા હતા. ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમપે પણ ચાઈના સામે કોરોના વાઇરસના કેસોની સાચી માહિતી નહી પુરી પાડવાનો આરોપ લગાવ્યો હતો. ચીનમાં જયારે કોરોના વાઇરસ ફેલાયો હતો ત્યારે અન્ય દેશોમાંથી મોટા પાયે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો સ્ટોક કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના ઊંઝાને જીરૂ-વરીયાળીનું હબ માનવામાં આવે છે ત્યારે કોરોના વાઇરસના ફેલાવા સમયે જ ચીને ઊંઝાથી મોટા પ્રમાણમાં જીરૂ-વરીયાળીનો માલ ઉપાડ્યો હતો. અનેક વેપારીઓએ ચીન ખાતે મોટી માત્રામાં જીરૂ-વરીયાળીના જથ્થા મોકલ્યા હતા. ઊંઝાના એક વેપારીના જણાવ્યા અનુસાર, ઊંઝામાંથી છેલ્લા 25 દિવસની અંદર અંદાજે 700 કન્ટેનર ભરીને ચીન એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. તે સમયે વેપારીઓને મોટા પ્રમાણમાં ઓર્ડરો મળ્યા હતા. કોરોના વાઇરસનો ફેલાવો દેશમાં શરૂઆતના સ્ટેજે હતો તે સમયે ચાઈનામાં આ રોગે માથું ઉચક્યું હતું અને તેનો લાભ લઈ વિશ્વના અનેક દેશોને અંધારામાં રાખીને ચીને પહેલા ખરીદી શરૂ કરી દીધી હતી. એ જીરૂ-વરીયાળીનો મોટાપાયે સ્ટોક કરી લીધો હતો.