Home Uncategorized Exclusive : પોલેન્ડે બોર્ડર બંધ કરી, બંદૂકની અણીએ લોકોને બોર્ડર ઉપરથી ખસેડવા...

Exclusive : પોલેન્ડે બોર્ડર બંધ કરી, બંદૂકની અણીએ લોકોને બોર્ડર ઉપરથી ખસેડવા બળપ્રયોગ, જુઓ Video

https://www.youtube.com/watch?v=qRFRJ_0K0QE

Face Of Nation 28-02-2022 : યુક્રેનથી પોલેન્ડમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરીને પોલેન્ડે બોર્ડર બંધ કરી દીધી છે. બોર્ડર ઉપર એકઠા થયેલા હજ્જારો લોકોને પોલેન્ડની સરહદો ઉપર સેના અને પોલીસ દ્વારા બંદૂકની અણીએ ખસેડીને બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક લોકો આ મામલે ટ્વીટર થકી મદદ માંગી રહ્યા છે અને પોલેન્ડ સરકારને બોર્ડર ખોલીને રક્ષણ આપવા વિનંતી કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં બોર્ડર ઉપર એકઠા થયેલા લોકોને સમજાવવા સ્થાનિક પોલીસને નાકે દમ આવી ગયો છે જેને લઈને હવે સેનાએ અને પોલીસે બળપ્રયોગ શરૂ કરી દીધો છે. પોલીસ અને સેના બોર્ડર ઉપરથી લોકોને ખસી જવા માટે સૂચન કરી રહી છે પરંતુ લોકો પોલેન્ડમાં એન્ટ્રી લેવા માટેની જીદ પકડી રહ્યા છે. એકઠા થયેલા લોકોમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં છે. જો યુક્રેન સરકાર એક્ઝિટનો સિક્કો મારે તો જ પોલેન્ડમાં પ્રવેશવાનો રસ્તો સરળ બને તેમ છે પરંતુ ભારતે યુક્રેનને સહયોગ ન આપતા હવે યુક્રેન ભારતીય પાસપોર્ટો ઉપર એક્ઝિટનાં સિક્કા નહીં મારી રહ્યું હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

Exclusive : રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ત્યારબાદ યુક્રેનના સૈનિકોએ શું કર્યું અને શું કહ્યું ? જુઓ Video

ઇન્ટરનેશનલ કોર્ટમાં યુક્રેને રશિયા વિરુદ્ધ અરજી કરી, તાત્કાલિક સુનાવણી સાથે નિર્ણયની માંગ કરાઈ

Exclusive : રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ત્યારબાદ યુક્રેનના સૈનિકોએ શું કર્યું અને શું કહ્યું ? જુઓ Video