Home Uncategorized Exclusive Video : રાજકોટ ભાજપના આ નેતાના આશીર્વાદ હતા TRP ગેમ ઝોનને...

Exclusive Video : રાજકોટ ભાજપના આ નેતાના આશીર્વાદ હતા TRP ગેમ ઝોનને માથે !, જેમણે એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું

Face Of Nation 31-05-2024 : રાજકોટ ટીઆરપી ગેમઝોનની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. આ ઘટના બાદ અનેક અવનવા ઘટસ્ફોટો થઇ રહ્યા છે. તંત્રના અધિકારોથી માંડીને રાજકીય સત્તાધીશોની આ ગેમ ઝોનના માલિકો સાથે સાંઠગાંઠ હતી. માત્ર સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ જ આટલું મોટું ગેરકાયદે ગેમ ઝોન ચલાવવું શક્ય નથી. તેવામાં ફેસ ઓફ નેશનને મળેલી માહિતી પ્રમાણે, આજથી એકાદ વર્ષ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ટીઆરપી ગેમ ઝોન ખાતે બાઈક એક્સ્પો યોજાયો હતો. આ એક્સ્પોનું ઉદ્ઘાટન ધારાસભ્ય અરવિંદ રૈયાણીના હાથે કરવામાં આવ્યું હતું. આ સમયે અરવિંદ રૈયાણીએ ટીઆરપી ગેમઝોનની પ્રશંસા પણ કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ રીતે અવનવી ગેમોનું આયોજન થતું રહેવું જોઈએ. વીડિયોમાં રૈયાણી સાથે ગેમઝોનના માલિકોમાંથી એક પ્રકાશ જૈન પણ દેખાય છે. જેનું હાલમાં બનેલી આગની ઘટનામાં મૃત્યુ થયું હોવાના સમાચારો આવ્યા છે.
આ એક નગ્ન સત્ય છે કે, મત ભૂખ્યા નેતાઓ ગમે ત્યાં જઈને ગમે તેની વાહવાહી કરવા લાગે છે. તેઓ માટે માત્ર તેમનો સત્તાનો લાભ મહત્વનો હોય છે. રાજકોટ ખાતે બનેલી ગેમ ઝોન આગ કાંડની ઘટનાએ ભલભલાના કાળજા કંપાવી દીધા છે. જો કે, આ ઘટના પાછળ જેટલા તંત્રના અધિકારીઓ જવાબદાર છે તેટલા જ સ્થાનિક સત્તાએ બેઠેલા નેતાઓ પણ જવાબદાર છે. પરંતુ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સત્તા હોવાથી આ નેતાઓનું કોઈ કશું ઉખાડી શકવાનું નથી. ગેમ ઝોનની મુલાકાતે ગયેલા સરકારી અધિકારીઓની તસવીરો વાયરલ થઇ ત્યારે જ્યાં સત્તાધીશો અને સરકારી અધિકારીઓની મીલીભગત હોય ત્યાં કોઈ કશું ઉખાડી શકતું નથી તે વાતની ટીઆરપી ગેમ ઝોનની ઘટના સાક્ષી પુરે છે.
ટીઆરપી ગેમ ઝોનની મુલાકાતે ગયેલા આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની તસવીરો વાયરલ થતા હાહાકાર મચી ગયો હતો. જો કે, ભાજપના જ નેતા આ ગેમ ઝોનના એક્સ્પોના ઉદ્ઘાટનમાં ગયા હોવાની માહિતી સામે આવતા હવે તેમની સામે શું પગલાં ભરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ટીઆરપી ગેમ ઝોનના મુખ્ય આરોપી અને માલિક એવા યુવરાજસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ આરોપીના માથે ક્યાં ભાજપી નેતાના હાથ હતા તે પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી કે કદાચ આવશે પણ નહીં. સમગ્ર દોષનો ટોપલો માત્ર સરકારી અધિકારીઓ ઉપર ઢોળવામાં આવી રહ્યો છે પણ એ બાબત સત્યથી વેગળી પણ નથી કે, કોઈ રાજકીય નેતાના આશીર્વાદ વિના સરકારી અધિકારીઓ આટલા મોટા ગેરકાયદે ગેમ ઝોન અંગે આંખ આડા કાન કરે. ભાજપના કોઈ નેતાના નામ આ ઘટનામાં ન આવે તે માટે પોલીસ તંત્ર અને સરકારી તંત્રને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે પરંતુ સત્ય હકીકત એ છે કે, ગેમ ઝોનનો માલિક યુવરાજસિંહ સોલંકી માત્ર રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ડો.દર્શિતા શાહને ફોલો કરતો હતો. આ બંને નેતાઓ ટીઆરપી ગેમ ઝોનના તમામ માલિકો સાથે સારા સબંધો ધરાવતા હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી મળી છે. તેને લઈને કદાચ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને બાઈક એક્સ્પોના ઉદ્ઘાટનમાં બોલાવવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટન દરમ્યાન ધારાસભ્યે TRP ગેમ ઝોનની પ્રશંસા કરતું પ્રવચન પણ આપ્યું હતું.
હાલ સમગ્ર દોષનો ટોપલો એક પછી એક સરકારી અધિકારીઓ ઉપર ઢોળવામાં આવી રહ્યો છે પણ હજુ સુધી કોઈ પોલીસ અધિકારીએ હિંમત નથી કરી કે, આરોપીઓને ક્યાં રાજનેતા કે આ ગેમ ઝોન ક્યાં નેતાના આશીર્વાદથી ચાલી રહ્યું હતું તેની તપાસ કરવાની. કેમ કે, આ ગેમ ઝોનના માલિકોને ભાજપના જ સ્થાનિક નેતાઓ પીઠબળ પૂરું પાડતા હોવાની અનેક ચર્ચાઓ ઉઠી છે. હાલમાં તપાસ અધિકારીઓ આ કોઈ રાજનેતાની સંડોવણીની તપાસ તરફ ધ્યાન આપીને સત્તાધારી ભાજપને લાંછન લગાડવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

કાયમી પુનરાવર્તન ? : રાજકોટની ઘટનામાં તપાસના નામે નાટકો થશે અને કોર્ટો વર્ષો વર્ષ કેસો ચલાવશે ! : સુઓમોટો ક્યારે ?