Home Exclusive Exclusive : દવાની તંગીથી બચવા અમેરિકાએ ભારત સાથે શું વાત કરી, જાણો

Exclusive : દવાની તંગીથી બચવા અમેરિકાએ ભારત સાથે શું વાત કરી, જાણો

ફેસ ઓફ નેશન, Exclusive 30-03-2020 : કોરોના વાઇરસ સામે લડવા માટે ટ્રમ્પ સરકારના એડ્મીનીસ્ટ્રેટ વિભાગે ભારત પાસે દવાની માંગ કરી છે. અમેરિકાએ જેનરિક દવાઓ અને તત્વોનો ટોચનો સ્ત્રોત એવા ભારતને દવા પુરી પાડવા વાતચીત કરી છે. ભારતે નિકાસ ઉપર હાલ પ્રતિબંધ મુકેલો છે પરંતુ કોરોના વાઇરસ સામે લડવા માટે પૂરતી છૂટ ભારત સરકાર દ્વારા નિકાસમાં આપવામાં આવે તેવી માંગ કરી છે.કોરોના વાઇરસ ફાટી નીકળવાથી ડ્રગ સપ્લાયની અછત સર્જાય તેવી શક્યતાને લઈને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ ભારતને યુ.એસ.ને વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે જરૂરી ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવા આપવા માટે પ્રતિબંધો હટાવવા ભલામણ કરી રહ્યા છે તેવો ઘટસ્ફોટ અમેરિકાની ટોચની ન્યુઝ ચેનલે કર્યો છે. બંને સરકારો ભારતમાંથી ફાર્માસ્યુટિકલ નિકાસ પર નવા લાદવામાં આવેલા પ્રતિબંધોને સરળ બનાવવાના હેતુસર ચર્ચા કરી રહી છે. નિકાસમાં કાયદાકીય અવરોધો ઉપરાંત, કોરોનાના ફેલાવાને રોકવા માટે ભારત 21 દિવસના લોકડાઉન પર છે અને તેનાથી ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય કાર્ગોના ઉત્પાદન અને શિપિંગમાં અવરોધ આવે છે. પરિણામે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ પણ ભારતીય કંપનીઓના સ્ટોકમાં કઈ દવાઓ ઉપલબ્ધ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ