Face of Nation Exclusive : વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ભારતની હાર થતા ક્રિકેટનાં રસીયાઓમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. હકીકતે આ મેચમાં ભારતની હાર અગાઉથી જ નક્કી થઈ ગઇ હતી. બુકીઓનાં મતે ભારત આ મેચમાં હારી રહ્યુ હતું.વર્લ્ડકપ માટે રમાઈ રહેલી સેમી ફાઇનલનું પરીણામ અગાઉથી જ નક્કી હતું. ક્રિકેટ મેચના પરીણામો હવે ખેલાડીઓ નહીં પરંતું બુકીઓ નક્કી કરતા થઈ ગયા છે. સરકારે આ મામલે તપાસ કરીને જવાબદાર ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેઓએ ક્રિકેટ મેચને સટ્ટો બનાવી દીધો છે. આ એક ઘણી ગંભીર બાબત છે. ક્રિકેટ રસિયાઓ સવારથી પોતાનાં કામ ધંધા બગાડીને ટીવી સામે ગોઠવાઈ જાય છે પણ તેમને ક્યાં ખબર હોય છે કે આ મેચ ફિક્સિંગ છે. તેઓની અનેક આશાઓ ઉપર પાણી ફરી જવાનું હોય છે. આ મેચમાં પણ આવુ જ કાંઇક થયુ છે. જો બારીકાઈથી અને તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો ક્રિકેટમાં મેચ ફિક્સિંગ બાબતે અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આખરે ભારતીયો પણ ક્યાં સુધી મુર્ખ બનતા રહેશે. સમય અને શક્તિ વેડફીને મેચ જોનાર ચાહકોને ખબર નથી હોતી કે મેચનું ફિક્સિંગ થયું છે કે નહીં.