Home World કાબુલમાં અમેરિકી સેનાનો રોકેટ હુમલો, ISIS આતંકીઓને બનાવ્યા નિશાન..

કાબુલમાં અમેરિકી સેનાનો રોકેટ હુમલો, ISIS આતંકીઓને બનાવ્યા નિશાન..

Face Of Nation, 29-08-2021: અમેરિકાએ કાબુલમાં શંકાસ્પદ  ISIS-K આતંકવાદીઓને નિશાને બનાવતા એરસ્ટ્રાઇક ને અંજામ આપ્યો છે. આ હુમલાને પહેલા આતંકી હુમલો સમજવામાં આવી રહ્યો હતો પરંતુ રશિયન મીડિયાના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કાબુલ એરપોર્ટના ઉત્તર-પશ્ચિમમાં આજે અમેરિકાએ રોકેટ હુમલો કર્યો છે. આ એર સ્ટ્રાઇકમાં બે લોકોના મોતના સમાચાર છે.

આ મિલિટ્રી સ્ટ્રાઇકને લઈને અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે, એક સ્યુસાઇડ કાર બોમ્બરને નિશાન બનાવવા માટે રોકેટથી નિશાન સાધવામાં આવ્યું હતું. આ પહેલા તાલિબાને પણ તે કહ્યું કે, એક મોટા આત્મઘાતી હુમલાને રોકવા માટે અમેરિકા તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન વચ્ચે કાહુલ એરપોર્ટ પાસે રોકેટથી હુમલો થયો હતો. તેને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો હતો. આ હુમલાનો એક વીડિયો સામે આવ્યો જેમાં એક ઘરની અંદર ધુમાડો જોવા મળી રહ્યો છે. આ હુમલાને લઈને રશિયન મીડિયાએ દાવો કર્યો કે, અમેરિકાની એરસ્ટ્રાઇક હતી. અમેરિકી અધિકારીઓ અને તાલિબાને તેને મિલિટ્રી ઓપરેશન માન્યું છે.

26 ઓગસ્ટે કાબુલ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાને લીધી હતી. ત્યારબાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના કેમ્પ પર ડ્રોન હુમલા કર્યા હતા. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ હતુ કે અમે હુમલો કરનાર આતંકીઓને છોડવાના નથી.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)