Home Uncategorized ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે...

ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ

Ground Report : ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 06-04-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે ત્યારે આરોગ્ય સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમદાવાદના શહેરી વિસ્તારો કે જ્યાં મુસ્લિમ કોમ્યુનિટી વધારે છે તેવા વિસ્તારોમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધુ છે. આ સમાજના આગેવાનોને, મૌલાનાઓને આગળ આવીને પોતાના સમાજના લોકોને સમજાવવા અને જાગૃતિ લાવવા માટે વિનંતી કરી હતી.
ફેસ ઓફ નેશનના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યા અનુસાર, અમદાવાદના સીટી વિસ્તારમાં અનેક એવી જગ્યા છે જ્યાં આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ છે. તબ્લીગી જમાતના લોકો હાલ સામેથી બહાર આવી રહ્યા નથી જેને પરિણામે પોલીસે આવા લોકોને શોધી શોધીને ક્વોરેન્ટાઇન કર્યા છે. કોરોનાના કેસોમાં વધારો કરવામાં જેની બેદરકારીએ મુખ્ય ભાગ ભજવ્યો છે તે તબ્લીગી જમાતના લોકો તંત્રને સાથ સહકાર ન આપતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. આવા વિસ્તારોમાં ક્વોરેન્ટાઇન કરવા જતા કોર્પોરેશનના અધિકારીઓને પણ લોકો ગાંઠતા નથી અને ઝઘડા કરે છે. શાહપુર, દરિયાપુર અને કાલુપુરમાં કેટલીય એવી પોળો છે જે આખે આખી ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે લોકો માનતા નથી તેમની આગળ જો પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવે તો પોલીસને પણ કોરોના લાગવાનું જોખમ છે જેથી આ મામલે તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે અને લોકોને મનાવીને ક્વોરેન્ટાઇન કરી રહ્યા છે.
કાલુપુર વિસ્તારમાં ભંડેરી પોળ અને તેની આસપાસના વિસ્તારમાં પોઝિટિવ કેસો આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કલસ્ટર ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાલુપુર ટાવર પાસે બલોચવાડ વિસ્તારને કલસ્ટર ક્વોરેન્ટાઇન કર્યો છે. ત્યારે લોકોની મેડિકલ તપાસ માટે આજે સાંજે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમ ગઈ ત્યારે સ્થાનિક મહિલાઓએ ક્વોરેન્ટાઇનનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા દરિયાપુર પોલીસ, ACP, DCP અને RAF નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, બે દિવસમાં કુલ 39 કેસ સામે આવ્યા છે. જેમાં એક જ વિસ્તારમાં 31 કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં કડક લોકડાઉન કરવાની સાથે સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ હોટસ્પોટ પર મેડિકલ તપાસ કરવામાં આવશે. તેની સાથે સાથે સઘન સર્વેલન્સ પણ કરવામાં આવશે. ગુજરાતમાં 15 વિસ્તાર હોટસ્પોટ છે. આ હોટસ્પોટ સુરતમાં રાંદેર, સચિન, વડોદરામાં સૈયદપુર, નાગરવાડા, અમદાવાદમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, જમાલપુર, હીરાવાડી, આંબાવાડી અને દરિયાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

https://www.youtube.com/watch?v=kxJK-pHEwO0

Exclusive : શાહપુરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ફ્લેટની પોલીસ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video

અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video