Home Religion દેવભૂમિ દ્વારકામાં બે વર્ષ બાદ જગત મંદિરે યોજાશે ફુલડોલોત્સવ, ઉત્સવની તડામાર તૈયારી...

દેવભૂમિ દ્વારકામાં બે વર્ષ બાદ જગત મંદિરે યોજાશે ફુલડોલોત્સવ, ઉત્સવની તડામાર તૈયારી શરૂ

Face Of Nation 14-03-2022 : કોરોનાકાળમાં યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં હોળી પર ફુલડોલ ઉત્સવ યોજાતો નહતો. જો કે અંતે આ વર્ષે દ્વારકા મંદિર ફુલડોલ ઉત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેના પગલે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા પણ ફુલડોલ ઉત્સવની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.ભક્તોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
બે વર્ષ બાદ હોળી-ફુલડોલ ઉત્સવ યોજાવાનો છે
હોળીના પર્વને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે અને યાત્રાધામ દ્વારકા જગતમંદિરે બે વર્ષ બાદ હોળી-ફુલડોલ ઉત્સવ યોજાવાનો છે. જેને લઈને વહીવટી તંત્ર દ્રારા મંદિરમાં ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. બે વર્ષ બાદ 18 તારીખે ફુલડોલ ઉત્સવ યોજાવાનો હોવાથી આ વર્ષે ભક્તોની ભીડ વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા પાર્કિંગ એરિયાથી મંદિર સુધી મંડપો લગાવાયા છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. જગતમંદિરમાં ફૂલડોલના નામથી ઉજવાતો આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).