Face Of Nation 28-06-2022 : મહારાષ્ટ્રમાં જોવા મળતા રાજકીય સંકટ વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારને મળવા ગવર્નર હાઉસ પહોંચ્યા છે. તેમની સાથે ચંદ્રકાંત પાટિલ અને ગિરીશ મહાજન પણ છે.
અમિત શાહ-જેપી નડ્ડા સાથે ફડણવીસે કરી મુલાકાત
ફડણવીસ આજે બપોરે જ ચાર્ટર વિમાનથી દિલ્હી ગયા હતા. જ્યાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમની ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત થઈ હોવાની ચર્ચા છે. 30મી જૂન એટલે કે ગુરુવારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી મુંબઈ પરત ફરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 8 અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલના ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક મેલ મોકલીને તાત્કાલિક ફ્લોર ટેસ્ટની માગ કરી છે. દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યપાલને મળીને આ મુદ્દે આગળની કાર્યવાહીની માગ કરી છે.
ઉદ્ધવની બળવાખોરને ઈમોશનલ અપીલ- પરત આવી જાવ
તો આ તરફ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે બળવાખોર ધારાસભ્યોને અપીલ કરી છે. તેમને કહ્યું- આવો મળીને વાતચીત કરીએ. તમે પાછા ફરી જાવ. તો ઉદ્ધવના નિવેદન પર બળવાખોર નેતા એકનાથ શિંદેએ પ્રહારો કર્યા છે. શિંદેએ કહ્યું- તમારો દીકરો અને પ્રવક્તા શિવસૈનિક સાથે અશ્લીલ ભાષામાં વાત કરે છે અને તમે એકજૂથતાની વાત કરો છો. તો બીજીતરફ ઉદ્ધવ ઠાકરેની અપીલના જવાબમાં શિંદેએ સોશિયલ મીડિયામાં લખ્યું- ‘એકબાજુ તમારો પુત્ર અને પ્રવક્તા બાળાસાહેબના શિવસૈનિક ભેંસ, ભુંડ, ગંદગી, કુતરા અને લાશ કહીને બોલાવે છે અને બીજી તરફ તમે એકજૂથતાની અપીલ કરો છો. તે પણ હિન્દુ વિરોધ મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે. આનો શું અર્થ છે?’
એકનાથ શિંદેએ ફરી કર્યો શિવસેના પર દાવો
ગુવાહાટીમાં એકનાથ શિંદેએ 50 ધારાસભ્યોના સમર્થનની સાથે એકવખત ફરીથી શિવસેના પર દાવો ઠોક્યો છે. ગુવાહાટીની હોટલમાં હાજર એકનાથ શિંદે મંગળવારે મીડિયાની સામે આવ્યા. તેમને કહ્યું- અમે શિવસેનામાં જ છીએ. અમે હિન્દુત્વનો મુદ્દો આગળ લઈ જઈ રહ્યાં છે. શિંદેએ મુંબઈ જવાની વાત પણ કરી. તેમને ફરી એક વખત શિવસેના પર દાવો ઠોક્યો અને કહ્યું કે તેમની સાથે 50 ધારાસભ્ય છે.
ભાજપે આપ્યો શિંદે જૂથને મંત્રીમંડળનો પ્લાન
શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવા પર મંથન ચાલી રહ્યું છે. ભાજપે શિંદે જૂથને 8 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીની ઓફર આપી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડેપ્યુટી CM માટે એકનાથ શિંદેનું નામ રાખવામાં આવ્યું છે. ગુલાબરાવ પાટિલ, સંભુરાજ દેસાઈ, સંજય શિરસાટ, દીપક કેસરકર, ઉદય સામંતને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.
ગુવાહાટીમાં શિંદેએ કહ્યું- અમે શિવસેનામાં જ છીએ
ગુવાહાટીની હોટલમાં હાજર શિવસેનાનો બળવાખોર જૂથનાં નેતા એકનાથ શિંદે મંગળવારે મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતુ કે અમે શિવસેનામાં જ છીએ. અમે પાર્ટી છોડી નથી. અમે હિન્દુત્વના મુદ્દાને આગળ લઈ જઈ રહ્યા છીએ. શિંદેએ ટૂંક સમયમાં જ મુંબઈ જવાની વાત પણ કરી હતી.
ગુવાહાટીની હોટલનું બુકિંગ 12મી જુલાઈ સુધી
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને 12મી જુલાઈ સુધી ગુવાહાટીમાં જ રાખવાની તૈયારીઓ છે. ગુવાહાટીમાં જે હોટલમાં શિંદે જુથનાં ધારાસભ્યો રોકાયા છે, તેનું બુકિંગ 12 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. આ તારીખ સુધી હોટલમાં સામાન્ય લોકો માટે કોઈ જ રૂમ ખાલી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).