બોમ્બે મહાનગરપાલિકાએ મહારાષ્ટ્રના 18 મંત્રીઓને પણ જાહેર કર્યા ડિફોલ્ટર
Face Of Nation:મહારાષ્ટ્રમાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. બોમ્બે મહાનગરપાલિકાએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ને ડિફોલ્ટર જાહેર કર્યુ છે. ફડણવીસના ઘરનું લગભગ સાડા સાત લાખ રુપિયાનું પાણીનું બિલ બાકી છે, આ કારણ છે કે નિવાસસ્થાનને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યું છે.
મૂળે, એક આરટીઆઈ દ્વારા આ મામલો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યુ્ર છે કે મહારાષ્ટ્રમાં બનેલા સરકારી આવાસો એટલે કે મંત્રીઓ કે નેતાઓના આવાસ પર જ BMCના લગભગ 8 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આરટીઆઈના ખુલાસા બાદ તે નામ પણ સામે આવવા લાગ્યા છે, જેની પર રકમ બાકી છે.આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં સૌથી પહેલું નામ રાજ્યના મુખ્યમંત્રીનું છે.