Home Uncategorized દુનિયાને ભારતના “રતન”નું અલવિદા : એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી પંચમહાભૂતમાં...

દુનિયાને ભારતના “રતન”નું અલવિદા : એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી પંચમહાભૂતમાં વિલીન

Face Of Nation 09-10-2024 : દુનિયાને ભારતના રતને અલવિદા કહી દીધું છે. ભારતના એક દયાળુ આત્મા અને અસાધારણ માનવીએ આજે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા સન્સના માનદ ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર (ICU) યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અગાઉ 7 ઓક્ટોબરના રોજ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રતન ટાટા બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ છે. તેમનું બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું. આ પછી રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘હું ઠીક છું અને મારી વૃદ્ધાવસ્થાને કારણે હું રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો. ચિંતા કરવાની કોઈ વાત નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે X પર લખ્યું, ‘શ્રી રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાએ તેમને ઘણા લોકોને પ્રિય બનાવ્યા.
28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા રતન ટાટા, ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990થી 2012 સુધી જૂથના અધ્યક્ષ અને ઓક્ટોબર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સાંભળો ઊંઝાના શર્માની શેખી : “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ હું બહાર લાવ્યો, રેઈડો મેં કરાવી” – Face of Nation