Face Of Nation, 18-11-2021: દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધતી ઠંડીની સાથે આજથી ત્રણ દિવસ માટે રાજ્યનાં અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.
17 થી 20 તારીખ સુધી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. 20 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાત રિજિયન, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. માવઠાના કારણે શિયાળું પાકને ભારે નુકસાન થશે.
હવામાન વિભાગ ની આગાહી ને પગલે કમોસમી વરસાદ
પાલનપુર પંથક મા ધીમી ધારે કમોસમી વરસાદ
મગફળી ની સીઝન ને લઈ ખેડૂતો અને વેપારીઓ ની ચિંતા મા વધારો
રવિ પાક ની સીઝન ને લઈ પણ ખેડૂતોને મુશ્કેલી
બનાસકાંઠા: દિયોદર અને લાખણી પંથક ના વાતવરણ માં પલટો
ગાજ વીજ સાથે કમોસમી વરસાદ
અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શામળાજી સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી શામળાજી ખાતે ચાલતા ત્રિ-દિવસીય કાર્તિકી મેળામાં આવેલા ભક્તોએ હાલાકી વેઠવી પડી. વેપારીઓએ લગાવેલા ટેન્ટ પલળી ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)