Home Uncategorized મુઝફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયત, 5 લાખ અન્નદાતા પહોંચશે; પોલીસ અલર્ટ

મુઝફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયત, 5 લાખ અન્નદાતા પહોંચશે; પોલીસ અલર્ટ

Face Of  Nation, 05-09-2021: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે. દાવો કરાયો છે કે મહાપંચાયતમાં પાંચ લાખથી વધુ ખેડૂતો ભેગા થશે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ફક્ત ખેડૂત પર જ નહીં, દેશની અન્ય સમસ્યાઓ ઉપર પણ વાત થશે.

અત્રે જણાવવાનું કે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયતને લઈને સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો છે. દારૂની દુકાનો બંધ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમને રોકશો તો બેરિયર તોડી નાખીશું. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં મુઝફ્ફરનગરના રાજકીય ઈન્ટર કોલેજના મેદાનમાં થનારી આ મહાપંચાયતને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસનના ટોચના અધિકારીઓએ પહોંચીને તમામ ચેકિંગ પણ હાથ ધર્યું. મહાપંચાયતમાં સામેલ થવા માટે હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ખેડૂતો મુઝફ્ફરનગર પહોંચી ચૂક્યા છે.

અત્રે જણાવવાનું કે મહાપંચાયતમાં ભાગ લેવા માટે મહિલાઓ પણ મોટી સંખ્યામાં મુઝફ્ફરનગર પહોંચી છે. જે ત્યાં ગુરુદ્વારાઓ અને શાળાઓમાં રોકાઈ છે. વિભિન્ન રાજ્યોમાંથી આવેલા ખેડૂતોના ભોજન માટે મુઝફ્ફરનગરના ગુરુદ્વારાઓ સહિત ઠેર ઠેર લગભગ 500 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જ્યાં દૂર દૂરથી આવેલા ખેડૂતો રોકાયેલા છે. પંજાબથી લગભગ 200 ખેડૂતો મુઝફ્ફરનગર પહોંચ્યા છે. જે ગુરુદ્વારામાં રોકાયેલા છે.

આ બાજુ હરિયાણા અને રાજસ્થાનથી આવેલા ખેડૂતો રાજકીય ઈન્ટર કોલેજમાં રોકાયેલા છે. 7 ખેડૂતો કેરળથી આવ્યા છે. પશ્ચિમ બંગાળથી પણ ખેડૂતો મુઝફ્ફરનગર પહોંચ્યા છે. હાપુડમાં બુલંદ શહેર, અલીગઢ અને અમરોહા વગેરે પાડોશી જિલ્લાના ખેડૂતોના લીધે વધતા ટ્રાફિકને જોતા હાપુડને ત્રણ ઝોન, બે સુપર ઝોન અને નવ સેક્ટરમાં વહેંચી દેવાયું છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે મહાપંચાયતમાં પહોંચનારા ખેડૂતોની સંખ્યા જણાવવી અશક્ય છે. પરંતુ હું વચન આપી શકું કે લોકો મોટી સંખ્યામાં પહોંચશે. ખેડૂતોને મહાપંચાયતમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. જો તેઓ અમને રોકશે તો અમે બેરિયર તોડીને પહોંચીશું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)