Home Sports ક્રિકેટર થયો ક્લિન બોલ્ડ; લગ્ન બંધનમાં બંધાશે દીપક ચાહર; મહેંદી સેરેમનીની ફોટા...

ક્રિકેટર થયો ક્લિન બોલ્ડ; લગ્ન બંધનમાં બંધાશે દીપક ચાહર; મહેંદી સેરેમનીની ફોટા થયા વાઈરલ, ધોની અને કોહલી લગ્નમાં આવે તેવી સંભાવના!

Face Of Nation 01-06-2022 : ભારતીય ટીમ અને ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહર આજે 1 જૂને પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આગ્રાના વાયુ વિહારમાં રહેનાર ચાહર અને જયા ફતેહાબાદ રોડ સ્થિત જેપી પેલેસમાં ફેરા ફરશે. મંગળવારે મેહંદી રસમ અને સંગીત સમારંભનું પણ આયોજન કરાયું હતું.
રાતે નવ વાગ્યે લગ્ન સમારંભ શરૂ થશે
મેહંદી અને સંગીત સેરેમનીમાં કપલનો દેશી અંદાજ ફેન્સને ઘણો પસંદ આવ્યો છે. સંગીત સેરેમનીમાં ‘અકેલા હૈ મિસ્ટર ખિલાડી મિસ ખિલાડી ચાહીએ…’ ગીત પર દીપક ચાહર, જયા ભારદ્વાજ અને માલતી ચાહરે શાનદાર ડાન્સ કર્યો. રાતના નવ વાગ્યે લગ્ન સમારંભ શરૂ થશે. લગ્ન સમારંભમાં દીપક ચાહર અને જયાના પરિવારના લોકો તથા અન્ય નજીકના મિત્રો સામેલ થશે.
જાણીતા સુધીર બેન્ડને બુક કરવામાં આવ્યું
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલી પણ આ લગ્ન સમારંભમાં ભાગ લઈ શકે છે. દીપકની જાન હોટલ પરિસરમાં સાંજે સાત વાગ્યાની આસપાસ નીકળશે. તેમની જાન માટે શહેરના જાણીતા સુધીર બેન્ડને બુક કરવામાં આવ્યું છે. ચાહરના લગ્ન માટે શાહી દાવતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જમવામાં સ્પેશિયલ ચાટ સિવાય હાથરસની ખડી પણ હશે. આ સિવાય અવધિ, મુગલઈ, પંજાબી, દક્ષિણ ભારતીય વાનગીઓ ઉપરાંત મહેમાનો થાઈ, ઈટાલિયન સહિત અન્ય વાનગીઓની પણ મજા માણી શકશે.
જયા એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે
દીપક ચાહરે ગત વર્ષે IPL મેચ દરમિયાન જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. જયાં એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. દીપક ચાહરના પિતા લોકેન્દ્ર સિંહ ચાહરે કહ્યું હતું કે દીપક ઘણા સમયથી પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માગતો હતો. દીપક ચાહરે આઈપીએલ 2021ના પ્લેઓફ સ્ટેજ દરમિયાન આમ કરવાની યોજના બનાવી હતી. જોકે સીએસકેના કેપ્ટન એમએસ ધોનીની સલાહ પર તેમણે પંજાબ કિંગ્સની સામે સીએસકેની અંતિમ લીગ મેચ દરમિયાન પ્રપોઝ કરવાની યોજના બનાવી હતી.
IPL 2022માં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
દીપક ચાહરને ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2022ની મેગા હરાજી દરમિયાન 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે ચાહરને પીઠમાં ઈજા થતાં તે આખી આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. દીપક ચાહરની ટીમ પણ આઈપીએલ 2022માં કંઈ જ ખાસ કરી શકી નહોતી અને તે 14માંથી માત્ર ચાર મેચમાં જ જીત પ્રાપ્ત કરી શકી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).