Face Of Nation, 11-09-2021: અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા બાદ આખી દુનિયા પર ફરી મોટા આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 20 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાન આતંકીઓનો મજબૂત ગઢ બની શકે છે. આ કડીમાં હવે યૂકેના જાસૂસી પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમ દેશોમાં તાલિબાનના આવ્યા બાદ અલકાયદા સ્ટાઈલ આતંકી હુમલા એટલે કે, 9/11 જેવા હુમલા વધી શકે છે.
MI5 ના ડાયરેક્ટર જનરલ કૈન મેકલમે કહ્યું કે, તાલિબાનના આવ્યા બાદ યૂકેને વધારે ખતરો થઈ શકે છે. કેમ કે, હવે NATO ની સેના પણ અફઘાનિસ્તાનથી નીકળી ગઈ છે અને ત્યા હવે કોઈ લોકશાહી સરકાર પણ નથી. તેમણે ભાર આપતા કહ્યું છે કે, આતંકવાદી ધમકીઓ રાતોરાત ક્યારેય બદલાતી નથી. ટ્રેનિંગ કેમ્પ અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં ઘણો સમય લાગે છે.
કેન મેકલમના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષોમાં ઘણી તક પર યૂકેમાં આવા આતંકી હુમલા થતા જોવા મળ્યા છે. જ્યાં આતંકી કોઈને કોઈ વિચારધારાથી પ્રેરિત હોય છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે, સાવચેત રહેવાની જરૂર છે કારણ કે, ફરી એકવાર અલકાયદા સ્ટાઈલમાં આતંકી હુમલા થતા જોવા મળી શકે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2005 માં બ્રિટનમાં સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ આત્મઘાતી બોમ્બર દ્વારા ટ્રેન અને બસમાં કુલ 52 લોકો માર્યા ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)