Home Uncategorized રશિયાના હુમલાનો ભય, જો બાઈડને પોતાના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું

રશિયાના હુમલાનો ભય, જો બાઈડને પોતાના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું

Face of Nation 11-02-2022 : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, બાઈડને કહ્યું છે કે અમેરિકી નાગરિકોએ હવે યુક્રેન છોડી દેવું જોઈએ. યુક્રેનમાં રશિયન આક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઈડને આ અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા દ્વારા યુક્રન પર રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવી ચેતાવણી આપી દેવામાં આવી છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ગુરુવારે કહ્યું હતું કે, યુક્રેન કટોકટી દાયકામાં યુરોપની “સૌથી ખતરનાક ક્ષણ” માં પ્રવેશી છે. બ્રિટનના ટોચના રાજદ્વારીએ તેના રશિયન સમકક્ષ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમણે કહ્યું કે ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) પશ્ચિમી દેશોના “પ્રવચન” સાંભળશે નહીં.

દરમિયાન, યુક્રેનના ઉત્તરમાં સ્થિત બેલારુસમાં રશિયન સૈનિકોની લશ્કરી પ્રવૃત્તિ તેજ જવા મળી હતી. તે જ સમયે, યુક્રેનની સરહદ નજીક એક લાખથી વધુ રશિયન સૈનિકોનો મેળાવડો નોંધવામા આવ્યો છે. જો કે, પરિસ્થિતિ જોતા યુરોપનાં દેશો પણ સતર્ક થયા છે અને ગુરુવારે બ્રિટિશ રોયલ એરફોર્સનું ફાઈટર પ્લેન 350 સૈનિકોને લઈને પોલેન્ડ પહોંચ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU