Face Of Nation, 19-08-2021 : રાજ્યના પેટ્રોલ પંપ ડિલર્સ આજે એક દિવસ બ્લેક ડે ઉજવી રહ્યાં છે. તમામ ડીલર્સે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યો છે. કાળા કપડાં પહેરીને તમામ પેટ્રોલ પંપ ડિલર્સે ઓઇલ કંપનીઓનો વિરોધ કર્યો છે. છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ ડિઝલ અને સીએનજી નુ માર્જીન ન વધતાં તમામ ડિલર્સ વિરોધ પર ઉતર્યાં છે. પેટ્રોલ પંપ ડિલર દ્વારા ‘નો પરચેઝ’ નું એલાન કરવામાં આવ્યુ છે. બપોરે એક વાગ્યાથી બે વાગ્યા સુધી તમામ ડિલર્સ સીએનજીનું વેચાણ નહિ કરે.
રાજ્યના 4 હજાર પેટ્રોલ પંપ ‘નો પરચેઝ’ વિરોધમાં જોડાયા છે. પેટ્રોલ પરનું માર્જીન લીટર દીઠ 3 રૂપિયાથી વધારી 6 રૂપિયા કરવા ડિલર્સ દ્વારા માંગ કરાઈ છે. તો ડીઝલ પર માર્જીન પ્રતિ લિટર 2 રૂપિયાથી વધારીને 4 રૂપિયા કરવા માંગ કરાઈ છે. તો સીએનજી પર કિલો દિઠ 1.75 રૂપિયાથી વધારી 3.5 રૂપિયા કરવા માંગ મૂકી છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો ન ઉપાડવાના નિર્ણયથી 2.66 કરોડ લીટર જથ્થો ખરીદી થશે નહિ. રાજ્યમાં માસિક 26 કરોડના પેટ્રોલ અને 54 કરોડના ડિઝલનું વેચાણ થાય છે. જે માર્જીન વધારવા અંગે કોઇ ચોક્કસ નિર્ણય નહિ આવે તો આક્રમક આંદોલન કરવાની પેટ્રોલ પંપ ડિલર્સ દ્વારા ચીમકી આપવામાં આવી છે.
આ વિશે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમઉખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, અમે સીએનજીનું માર્જીન 1.75 રૂપિયાથી વધારી 3.5 રૂપિયા કરવા માંગ કરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)