Face Of Nation 18-04-2022 : ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સતત શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે AAPના પ્રદેશ-પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે સરકારી શાળા મુદ્દે મજબૂત લડત આપીને સરકારને કામ કરવું પડે એ માટે દબાણ ઊભું કર્યું છે. ભાજપના નેતાઓએ શિક્ષણનો વેપાર બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવે છે. તો બીજીતરફ ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને વિશ્વાસનું નેતૃત્વ કરતા પક્ષ તરીકે જનતા વતી આમ આદમી પાર્ટી ઉપરોક્ત માગણીઓ કરે છે. અમારી ઉપરોક્ત માગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે શાંતિપૂર્વક જિલ્લા-ઝોન વાઈઝ કાર્યક્રમો નક્કી કરી રાખ્યા છે એ કરીશું અને સરકારના બહેરા કાનમાં આ મુદ્દા પહોંચાડવાનો પ્રયાસ કરીશું.
‘નામ બદલવાથી વિકાસ ન થાય’
આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ અને સ્થળોનાં નામ બદલવા મુદ્દે કહ્યું હતું કે ‘જે ભાજપવાળા હાર્દિકને ગાળો આપતા હતા તેને હવે આમંત્રણ આપે છે. તમે ભાજપને પૂછો. નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે. નામ બદલવાથી વિકાસ ન થાય. માલધારી સમાજની માગણીઓ વાજબી છે અને પહેલા જ દિવસથી આમ આદમી પાર્ટી માલધારી સમાજ સાથે જ છે.’
‘દિલ્હીની સ્કૂલોમાં 7 વર્ષથી ફી નથી વધી’
તેમણે આગળ કહ્યું હતું કે દિલ્હી અને પંજાબમાં ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં 7 વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી નથી વધી. પંજાબમાં પણ AAPની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોને ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટતા બચાવી શકે છે. ગુજરાતની લાચાર જનતા વતી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને કેટલીક માગણીઓને લઈ પત્ર લખ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).