Home Sports ‘હિટમેન’ને કોરોના: રોહિતની તબિયત વિશે દીકરીએ જણાવ્યું : ફેન્સે પૂછ્યું- પપ્પા ક્યાં...

‘હિટમેન’ને કોરોના: રોહિતની તબિયત વિશે દીકરીએ જણાવ્યું : ફેન્સે પૂછ્યું- પપ્પા ક્યાં છે? ક્યૂટ અંદાજમાં કહ્યું- રૂમમાં આરામ કરી રહ્યા છે, જુઓ Video

https://youtu.be/g1MOFvZrIiM

Face Of Nation 28-06-2022 : ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલા રોહિત શર્માને કોરોના થયો છે અને હાલમાં તે ક્વોરન્ટીનમાં છે. પ્રવાસમાં તેની સાથે પત્ની રિતિકા અને દીકરી સમાયરા પણ છે. રોહિતની દીકરી સમાયરાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેન્સને રોહિત શર્માની તબિયત વિશે જણાવી રહી છે. તો બીજીતરફ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આમાં સમાયરા માતા રિતિકા સાથે હોટલની લોબીમાં જોવા મળે છે. આ દરમિયાન જ્યારે એક ફેન્સે પૂછ્યું કે પપ્પા ક્યાં છે? ત્યારે સમાયરાએ ક્યૂટ અંદાજમાં જવાબ આપ્યો- પાપા તેમના રૂમમાં સૂઈ રહ્યા છે. પપ્પા કોવિડ પોઝિટિવ છે. એક જ રૂમમાં રહી શકે છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના છેલ્લા પ્રવાસની બાકીની ટેસ્ટ મેચ રમવાની છે, જે પહેલી જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ ટીમે 3 વનડે અને 3 ટી-20 મેચોની સિરીઝ પણ રમવાની છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં જ 3 ખેલાડી થયા કોરોના સંક્રમિત
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતે એક ટેસ્ટ અને ત્રણ વનડે અને એટલી જ ટી20 મેચની સીરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા જ આર અશ્વિન કોરોનાથી સંક્રમિત થઈ ગયો હતો, ત્યારબાદ તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ ગયો ન હતો. તો બીજીતરફ ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જો કે તેને હવે સારું છે અને પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. જ્યારે, ત્યાર પછી ટીમનો કેપ્ટન રોહિત પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો.
શુભમન ગિલ સાથે મયંક ઓપનિંગ કરી શકે છે
રોહિત પોઝિટિવ આવ્યા બાદ બોર્ડ સામે બે મોટા સવાલો સામે આવ્યા છે. પ્રથમ, તેની ગેરહાજરીમાં કેપ્ટન કોણ હશે, જ્યારે બીજો એ કે ઓપનિંગ કોણ કરશે? જો કે, ટીમ મેનેજમેન્ટે રિઝર્વ ખેલાડી મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડ બોલાવી લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).