Face Of Nation 26-04-2022 : પાકિસ્તાનના કરાચી શહેરમાં મંગળવારે બપોરે એક યુનિવર્સિટી પર ફિદાયીન હુમલો થયો હતો. હુમલામાં 5 લોકોના મોત થયા છે. આ હુમલો કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ નજીક એક કાર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા 5 લોકોમાંથી ત્રણ ચીનની મહિલા પ્રોફેસર છે. ચોથો તેનો પાકિસ્તાની ડ્રાઈવર અને પાંચમો ગાર્ડ છે. કરાચીના પોલીસ વડા ગુલામ નબી મેમને એક ખાનગી વેબસાઈટને જણાવ્યું કે આ એક ફિદાયીન હુમલો હતો અને તેને બુરખો પહેરેલી એક મહિલાએ અંજામ આપ્યો હતો. માર્યા ગયેલા લોકોમાં ચીનની ત્રણ મહિલા પ્રોફેસર, તેમના ડ્રાઈવર અને ગાર્ડનો સમાવેશ થાય છે. બે ઘાયલોની હાલત ગંભીર છે.
બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી
નબીએ બીજો એક મહત્વનો ઘટસ્ફોટ કર્યો હતો. ઘટના બાદ ફાયરિંગ થયું હોવાનું જણાય છે. નબીએ કહ્યું- બ્લાસ્ટ બાદ રેન્જર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે અને ગોળી વાગી છે. મતલબ કે મહિલા સાથે અન્ય કેટલાક લોકો પણ હતા જે કેમ્પસમાં જ હાજર હતા. અમે આ લોકોને શોધી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ, બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી છે. આ જ સંગઠને ગયા મહિને ગિલગિટમાં આર્મી બેઝ પર હુમલો કર્યો હતો. જેમાં 22 સૈનિકો અને 4 સામાન્ય નાગરિકો માર્યા ગયા હતા.
બોમ્બ જે કારમાં હતો તેમાં કેટલાક લોકો હતા
યુનિવર્સિટી કેમ્પસના એકદમ આગળના ભાગમાં એક કાર પાર્ક કરવામાં આવી હતી. તેની પાસે ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા, જ્યારે પ્રવેશ પ્રક્રિયાના કારણે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર હતા. તેની સામે એક ઓડિટોરિયમ છે, તેને કન્ફ્યુશિયસ હોલ કહે છે. કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર બોમ્બ જે કારમાં હતો તેમાં કેટલાક લોકો પણ બેઠા હતા. તો બીજીતરફ કરાચી સિંધ પ્રાંતનો એક ભાગ છે. અહીં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર હાજર
પોલીસે સ્થળને ઘેરી લીધું છે અને તપાસ શરૂ કરી છે. કેટલાક સૂત્રોનો દાવો છે કે કાર ગેસ સિલિન્ડરથી ચલાવવામાં આવી રહી હતી અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જો કે, પાછળથી પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું કે તે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ નહીં, પરંતુ ફિદાયીન હુમલો હતો અને તેને બુરખાધારી એક મહિલાએ અંજામ આપ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર હાજર છે.
મહિલા ફિદાયીન હુમલાખોર હતી
વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર અસદ અલી તૂરે પોલીસ સૂત્રોને ટાંકીને કહ્યું કે – કરાચી યુનિવર્સિટી કેમ્પસમાં જે કારમાં બ્લાસ્ટ થયો હતો તેમાં એક મહિલા પણ સવાર હતી. કારમાંથી બહાર આવ્યા બાદ તેણે વિસ્ફોટ કર્યો હતો. માર્યા ગયેલા ચારમાંથી ત્રણ ચીનની મહિલા નાગરિક છે. ચોથો વ્યક્તિ તેનો પાકિસ્તાની ડ્રાઈવર હોવાનું કહેવાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).