Home News અમૃતસર મેડિકલ કોલેજમાં આગ; એક્સ-રે યુનિટની પાછળ થયો વિસ્ફોટ, દર્દીઓને બારીઓના કાચ...

અમૃતસર મેડિકલ કોલેજમાં આગ; એક્સ-રે યુનિટની પાછળ થયો વિસ્ફોટ, દર્દીઓને બારીઓના કાચ તોડી કાઢ્યાં બહાર, 650 દર્દીઓનો આબાદ બચાવ!

Face Of Nation 14-05-2022 : પંજાબના અમૃતસર મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં શનિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક્સ-રે યુનિટની પાછળની બાજુએ મૂકવામાં આવેલા બે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા પછી ભીષણ આગની જ્વાળાઓ વધવા લાગી હતી. તેવામાં આ આગના કારણે ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. હોસ્પિટલના વોર્ડમાં દાખલ 650 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ
આ ઘટના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જોકે આ દરમિયાન શનિવાર હોવાથી ઓપીડીમાં કોઈ દર્દી દાખલ નહોતા, પરંતુ હોસ્પિટલના વોર્ડમાં 650 જેટલા દર્દીઓ હતા. તેવામાં ઓપીડીની પાછળની બાજુએ એક્સ-રે યુનિટની નજીક બે ટ્રાન્સફોર્મર છે. જે સમગ્ર હોસ્પિટલને વીજળી પહોંચાડે છે. બપોરે આ ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. વળી આ ટ્રાન્સફોર્મરની ઉપર જ સ્કીન વોર્ડ છે. જ્યાં ધુમાડો એટલો બધો પહોંચી ગયો હતો કે વોર્ડના દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવા પડ્યા હતા. તો બીજીતરફ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. દર્દીઓને ગૂંગળામણ થતા દરેક લોકો હોસ્પિટલની બહાર આવી ગયા હતા. જોકે આ દરમિયાન નાસભાગના કારણે દર્દીઓને બારીઓના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર સેફ્ટીના માપદંડોને કારણે આગ કાબૂમાં આવી
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમના કારણે આગને કાબૂમાં લાવવામાં આવી રહી છે. ફાયર સેફ્ટી ઈન્સ્પેક્ટરે તરત જ ટ્રાન્સફોર્મર તરફ ફાયર બોલ્સ ફેંક્યા હતા. અત્યારે તો દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ બિલ્ડીંગમાંથી ધુમાડો ઓછો થતાં જ દર્દીઓને ફરીથી વોર્ડમાં ખસેડવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).