Face Of Nation 25-05-2022 : જાપાનની રાજધાની ટોક્યોમાં ક્વૉડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મીટિંગ ચાલી રહી હતી. આ સમયે જ ચીન અને રશિયાએ એક ઘણી જ ગંભીર હરકત કરી. ચીન અને રશિયાના ફાઈટર જેટ્સે જાપાનની સરહદ નજીકથી વૉર ડ્રિલ અંતર્ગત ઉડાન ભરી. જાપાનની સરકારે આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશોની આ હરકત પર હજુ સુધી ક્વૉડના અન્ય ત્રણ દેશના રિએક્શન નથી આવ્યા. ક્વૉડમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સામેલ છે. ક્વૉડ મેમ્બર્સ તેમનો દરિયાઈ રસ્તો બંધ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે અને તેઓ તેમના પર તાકાત દેખાડીને દબાણ કરવા માગે છે. ક્વૉડ મેમ્બર્સે ચીનના આરોપોને અનેક વખત ફગાવ્યા છે.
બે ફાઈટર જેટ્સ ચીન અને બે રશિયાના હતા
જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ રશિયા-ચીનના ફાઈટર જેટ્સે અમારી પૂર્વ સરહદની નજીક ઉડાન ભરી. બે ફાઈટર જેટ્સ ચીન, બે રશિયાના હતા. આ એરક્રાફ્ટ્સ પ્રશાંત મહાસાગરના પૂર્વી વિસ્તારમાં હતા. અહીં જાપાન અને ચીનની સરહદ મળે છે. રશિયાના ગુપ્તચર વિભાગના વિમાનોએ પણ આ વિસ્તારમાં જ ઉડાન ભરી હતી. તો બીજીતરફ અમે બંને દેશોના ડિપ્લોમેટિક ચેનલ્સથી જણાવી દીધું છે કે, જાપાન આવી હરકતને સહન નહીં કરે.
જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીનું નિવેદન
મંગળવારે બપોરે જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું- ચીન અને રશિયાના ફાઈટર જેટ્સે અમારી સરહદ નજીકથી ઉડાન ભરી. અમે આ દેશોને સ્પષ્ટ રીતે જણાવી દીધું કે આ એક ગંભીર હરકત છે. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષ હાલ અમારા દેશમાં છે. ફાઈટર જેટ્સ અમારા એરસ્પેસમાં નથી આવ્યા. નવેમ્બરથી અત્યાર સુધીમાં ચાર વખત આ પ્રકારની હરકત થઈ ગઈ છે. અમારા માટે આ ચિંતાની વાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).