Face Of Nation 07-03-2022 : અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું હતું કે નાટોના સદસ્ય યુક્રેનમાં લડાયક વિમાન મોકલી શકે છે અને અમેરિકા તે દેશોને મદદ કરવા માટે તૈયાર છે. ‘શું નાટોના સભ્ય પોલેન્ડને યુક્રેનમાં લડાકુ વિમાન મોલવાની મંજૂરી છે?’ આ પ્રશ્નના જવાબમાં બ્લિન્કને જવાબ આપ્યો હતો કે તેને પણ લીલી ઝંડી આપીએ છીએ. અમે અત્યારે પોલેન્ડના મિત્રો સાથે વાત કરી રહ્યા છે કે અમે તેમની જરૂરિયાતો માટે શું કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે પોલેન્ડની બોર્ડર યુક્રેન સાથ જોડાયેલી છે.
યુક્રેનની સેના યુદ્ધ મેદાનમાં અડીખમ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને 11 દિવસ પસાર થઈ ચૂક્યા છે. યુક્રેનની સેના અત્યારસુધી રશિયાને ટક્કર આપી રહી છે. રશિયા તરફથી યુક્રેનની રાજધાની કિવ તથા અન્ય મોટાં શહેરો ખાર્કિવ પર કરવામાં આવી રહેલા હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે એમ છતાં યુક્રેનની સેના યુદ્ધ મેદાનમાં અડીખમ છે. રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ મુદ્દે કવરેજ પર કંટ્રોલ રાખવા ન્યૂઝ ચેનલો સહિત કેટલાક ન્યૂઝ પોર્ટલ્સને બ્લોક કર્યા છે. જેમાં Mediazona, રિપબ્લિક, Snob.ru અને Agentstvo વગેરેનો પણ સમાવેશ થાય છે.
રશિયાનાં દળોએ ફાયરિંગ થતાં પાંચ લોકોને ઈજા
દરમિયાન ખાર્કિવમાં યુક્રેનની સેનાએ કરેલા વળતા હુમલામાં રશિયાનાં ઉપકરણોના 30 યુનિટ પોતાના અંકુશમાં લઈ લીધા છે. યુક્રેનની સમાચાર એજન્સી ઈન્ટરફેક્સે જણાવ્યું હતું કે, દેશના નોવા કાખોવ્કા શહેરમાં રશિયાના હુમલાનો વિરોધ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ પર રશિયાનાં દળોએ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે ઓછામાં ઓછા પાંચ લોકોને ઈજા પહોંચી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, 2000 લોકો શહેરના માર્ગો પર વિરોધ કરતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).